स्थूलस्य सम्भव-जरा-मरणानि धर्माः
स्थौल्यादयो बहुविधाः शिशुताद्यवस्थाः ।
वर्णाश्रमादि-नियमा बहुधाऽमयाः स्युः
पूजावमानबहुमानमुखा विशेषाः ।।91।।
જન્મ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ વગેરે સ્થૂળ દેહના ગુણધર્મો છે. સ્થૂળતા-કૃશતા, શિશુત્વ એ સ્થૂળ દેહની
અવસ્થાઓ છે. તેને વર્ણ તથા આશ્રમોના નિયમો હોય છે. તેને અનેક પ્રકારના રોગો થાય છે,
માન-અપમાન તથા અતિસન્માન જેવી પરિસ્થિતિઓ સ્થૂળ દેહની જ થયા કરે છે.
बुद्धीन्द्रियाणि श्रवणं त्वगक्षिघ्राणं च जिह्वा विषयावबोधनात् ।
वाक्पाणिपादा गुदमप्युपस्थः कर्मेन्द्रियाणि प्रवणेन कर्मसु ।।92।।
વિષયોનો બોધ કરાવવાને કારણે કર્ણ, ત્વચા, નેત્ર, ઘ્રાણેન્દ્રિય (નાક), વગેરેને જ્ઞાનેન્દ્રિય કહે છે.
અને વાણી, હાથ, પગ, મળદ્વાર તથા લિંગની કર્મમાં પ્રવૃત્તિ હોવાને કારણે તેમને કર્મેન્દ્રિયો કહે છે.
निगद्यतेऽन्तःकरणं मनोधीरहंकृतिश्चित्तमिति स्ववृत्तिभिः ।
मनस्तु संकल्पविकल्पनादिभिर्बुद्धिः पदार्थाध्यवसायधर्मतः ।।93।।
પોતાની ક્રિયાઓની વિભિન્નતા પ્રમાણે અંત :કરણ-મન, બુદ્ધિ, ચિત્ત તથા અહંકાર કહેવાય છે.
સંકલ્પવિકલ્પને કારણે ‘મન’ કહેવાય છે. પદાર્થની નિશ્ચિત અવધારણાના મૂળથી બુદ્ધિ કહેવાય છે.
Your Content Goes Here