કલ્પતરુદિન
કાશીપુર ઉદ્યાનગૃહમાં શ્રીરામકૃષ્ણદેવ પોતાની જીવનલીલાના અંતિમ ચરણમાં હતા તે સમયે ૧,જાન્યુઆરી, ૧૮૮૬ના રોજ ‘કલ્પતરુ’ બન્યા હતા અને ‘ચૈતન્ય થાઓ’ એમ કહીને પોતાના ભક્તોને આશિષ આપ્યા હતા. આ પ્રસંગની સ્મૃતિ રૂપે ૧લી જાન્યુઆરી, ૨૦૨૦ બુધવારે બપોરે ૨ :૩૦ કલાકે દર વર્ષની જેમ શ્રીમંદિરમાં જપ-ધ્યાન તથા વિશેષ પ્રવચનનું આયોજન થયું હતું.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ યુવસંમેલન
૧૨મી જાન્યુઆરી, રવિવારે સવારે ૮ :૩૦ થી ૧૨ :૩૦ સુધી આશ્રમના વિવેક હાૅલમાં રાષ્ટ્રીય યુવદિનના ઉપક્રમે એક યુવસંમેલનનું આયોજન થયું હતું. વૈદિક મંત્રોચ્ચાર અને દીપપ્રાકટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો. જિલ્લા કલેક્ટર શ્રીમતી રેમ્યા મોહન, જાણીતા વક્તા અને લેખક શ્રી ભદ્રાયુ વછરાજાની, કેપ્ટન મનનભાઈ ભટ્ટ, કેળવણીકાર શ્રીમતી પન્નાબહેન પંડ્યા તેમજ સ્વામી પ્રભુસેવાનંદજીએ પોત-પોતાનાં વક્તવ્યોમાં સ્વામીજીનાં જીવન અને સંદેશને પોતાના જીવનમાં ઉતારીને ચારિત્ર્ય ઘડતર, માનવ ઘડતર અને રાષ્ટ્ર ઘડતર કરવા હાકલ કરી હતી. કાર્યક્રમને અંતે ‘સેઈંગ્સ આૅફ સ્વામી વિવેકાનંદ’ નામની પુસ્તિકા યુવા પ્રતિનિધિઓને આપવામાં આવી હતી. ૩૫૦ જેટલાં યુવા ભાઈબહેનોએ આ સંમેલનમાં ભાગ લીધો હતો.
ધરમપુરમાં સ્વામી વિવેકાનંદજીની ૧૫૮મી જન્મજયંતીની યુવારેલીના સથવારે ઉજવણી
વિવેકાનંદજી અને ભારતમાતા કી જયના ગગનભેદી સૂત્રોચ્ચારે સમગ્ર નગરને વિવેકાનંદમય કરી મૂક્યું. રવિવારે પણ ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓ, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, પાલિકા પ્રમુખ જયદીપસિંહ સોલંકી, કોર્પાેરેટર જ્યોત્સનાબેન દેસાઈ, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈ-બહેનો, નગરજનો આ યુવા રેલીમાં જોડાયાં હતાં. વિવેકાનંદ સ્મારક સમડીચોક ખાતે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પ્યા પછી આ રેલી શોભાયાત્રા રૂપે પ્રભુફળિયા, મોટાબજાર, ટાવર, ગાંધીબાગ, દશોંદી ફળિયા, ડૉ. હેડગેવાર ચોક, ગાર્ડન રોડ, એસ.ટી. ડેપો રોડ, જેલ રોડ, બજાર થઈ ફરી મનહરઘટ ખાતે પાછી ફરી હતી.
ડૉ.દોલતભાઈ દેસાઈએ સ્વામી વિવેકાનંદજીએ આપેલા રાષ્ટ્રીય આદર્શ ‘ત્યાગ અને સેવા’ને જીવનમાં અપનાવવા યુવાનોને હાકલ કરી હતી. તેમણે સ્વામી વિવેકાનંદજીએ ૧૮૯૩ની અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં ભાગ લીધો હતો, એ ઐતહાસિક ગાથાને યાદ કરી હતી. પાલિકાપ્રમુખ જયદીપસિંહ સોલંકીએ આજના સાંપ્રત સમયમાં યુવાનોને પોતાના જીવનનો આદર્શ સ્વામી વિવેકાનંદજીને બનાવે, અને એમના પ્રેરણાદાયી સંદેશને જીવનમાં ઉતારે એવું આહ્વાન આપ્યું હતું. રવિવારે પણ શાળાપરિવારો એટલી મોટી સંખ્યામાં સ્વયંભૂ જોડતાં સૌ શાળા પરિવારને એમણે અભિનંદન આપ્યા હતા.
સ્વામી વિવેકાનંદની ૧૫૮મી તિથિપૂજા મહોત્સવ
સ્વામી વિવેકાનંદની ૧૫૮મી જન્મજયંતી નિમિત્તે ૧૭ જાન્યુઆરી, ૨૦૨૦ને શુક્રવારે સવારે પ વાગ્યે મંગલ આરતી, વેદપાઠ, ભજન અને ધ્યાન; ૬-૧૫ વાગ્યે વિશેષ નૈવેદ્યાર્પણ; ૮ વાગ્યે વિશેષ પૂજા; ૯-૩૦ વાગ્યે ભજન; ૧૦-૩૦ વાગ્યે હવન; ૧૧-૧૫ વાગ્યે પુષ્પાંજલી; ૧૧-૩૦ વાગ્યે પ્રવચન; ૧૧-૪૫ વાગ્યે ભોગઆરતી; બપોરે ૧૨-૧૫ વાગ્યે પ્રસાદ વિતરણ; સાંજે ૫-૩૦ શ્રીશિવનામ સંકીર્તન; સાંજે ૬-૩૦ વાગ્યે સંધ્યા આરતી અને ભજન; ૭-૩૦ વાગ્યે સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશ પર સંન્યાસીઓનાં પ્રવચનો જેવા કાર્યક્રમો યોજાયા હતા. ભક્તજનોએ બહોળી સંખ્યામાં આ મહોત્સવનો લાભ લીધો હતો.
સરસ્વતી પૂજા
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં દર વર્ષની જેમ વસંત પંચમીના દિવસે ૩૦મી જાન્યુઆરી,૨૦૨૦ના રોજ સવારથી બપોર સુધી સરસ્વતી પૂજાનું આયોજન થયું હતું. સવારે મંગળા આરતી પછી ધ્યાન, ભજન, વૈદિક મંત્રોચ્ચાર, દેવી સરસ્વતીની પ્રતિમાપૂજા, વિશેષ હવન અને પુષ્પાંજલીનો કાર્યક્રમ શ્રીમંદિરમાં યોજાયો હતો. આરતી પછી ભાવિકજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. પૂજાવિધિ નિહાળવા રાજકોટની કેટલીક શાળાનાં વિદ્યાર્થી ભાઈબહેનો શ્રીમંદિરમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
રામકૃષ્ણ મઠ અને મિશનનાં જાન્યુઆરી – ૨૦૨૦નાં રાહતસેવાકાર્યો
બુલબુલ વાવાઝોડાના અસરગ્રસ્ત લોકો માટે થયેલાં કાર્યો : બાગબઝાર કેન્દ્રે દક્ષિણ પરગણા જિલ્લાનાં ૯૮૮ કુટુંબોમાં ૧૦૫૦ ધાબળા, ૧૪૦ ધોતિયાં, ૮૦૦ સાડી, ૧૬૦૦ ખમીસ, ૬૦૦ લેંઘા, બાળકોનાં કપડાં, ૧૦૦ પ્લાસ્ટિક શીટ, ૧૦૦ કિ. પૌંવા, ૧૦૦ કિ. મમરા, ૧૦૦૦ બિસ્કિટ પેકેટ્સ, ૫૦ કિ. ગોળનું વિતરણ કર્યું હતું. બેલઘરિયા કેન્દ્રે દક્ષિણ પરગણા જિલ્લાનાં ૨૧૦૮ કુટુંબોમાં ૨૦૦૦ ધાબળા, ૩૦૦૦ સાડી, ૩૦૦૦ લૂંગી, ૨૧૦૮ મચ્છરદાનીનું વિતરણ કર્યું હતું. શ્રીલંકા-બાટીકોલોઆ કેન્દ્ર દ્વારા પૂર અને ભારે વરસાદને કારણે પ૯૪ કુટુંબોમાં ૫૪૯૦ કિલો ચોખા, ૧૩૯૮ કિલો દાળ, ૧૩૯૮ કિલો ખાંડ, ૩૨૫ કિલો દૂધનો પાવડર, ૧૪૫ બિસ્કિટ પેકેટ્સ, ૪૫ સાદડી, ૪૫ ઓછાડ, ૪૫ મચ્છરદાનીનું વિતરણ થયું હતું.
શિયાળામાં થયેલ રાહત પ્રવૃત્તિ : આલો : ૫૫ ધાબળા, ૧૧ જેકેટ, ૧૧૪ સ્વેટર; આલમોરા : ૭૧૭ ધાબળા, ૨૦ સ્વેટર; ઔરંગાબાદ : ૭૭૫ ધાબળા; બાગબઝાર : ૧૦૦ ધાબળા; બેલઘરિયા : ૩૫૦ ધાબળા, ૧૪૨ શાલ; દેવઘર : ૪૦૦ ધાબળા; ગદાધર આશ્રમ : ૨૫૦ ધાબળા; ગૌરહાટી : ૧૦૦ ધાબળા, ૯૭૦ સ્વેટર; ગુવાહાટી : ૩૭૭ ધાબળા, ૫૦૦ જેકેટ; હટમુનીગુડા : ૩૦૦ ધાબળા; જમ્મુ : ૩૧૧ જેકેટ, ૩૦૦ સ્વેટર; ઝારગ્રામ : ૧૨૫ ધાબળા; ખેતરી : ૬૨૯ જેકેટ, ૧૯૪૩ સ્વેટર; નાગપુર : ૫૦૦ ધાબળા; નાઓરા : ૮૦૦ ધાબળા; પુરી : ૮૮૨ ધાબળા, ૨૬૦ સ્વેટર; રાહરા : ૨૬૨૯ ધાબળા, ૮૨૮ સ્વેટર; રાજારહાટ વિષ્ણુપુર : ૪૦૦ ધાબળા; રામહરિપુર : ૨૫૦૦ સ્વેટર; સારગાછિ : ૩૦૦ ધાબળા, ૧૦૦૦ સ્વેટર; સિમલા : ૧૦૦૦ સ્વેટર; શ્રીનગર : ૫૦૦ ધાબળા; વિશાખાપટ્ટનમ્ : ૯૦૦ ધાબળા; વૃન્દાવન : ૨૧૦ ધાબળા, ૧૦૦૦ સ્વેટર, ૧૭૦૦ શાલ; યેલાગિરિ : ૫૦૦ ધાબળા; બાગેરહાટ (બાંગ્લાદેશ) : ૮૦૦ ધાબળા; બાલિયાતી (બાંગ્લાદેશ) : ૨૮૬ ધાબળા; ઊટી : ૧૨૫ ધાબળા; પ્રયાગરાજ : ૨૦૦ ધાબળા, ૩૦૦ સ્વેટર; સિકરાકુલીનગ્રામ : ૨૦૦ ધાબળાનું વિતરણ થયું હતું.
ગરીબ-અનાથ સહાય : આલો : ૧૧૪ ખમીસ, ૧૧૪ લેંઘા; આલમોરા : ૨૯૦ કિ. ચોખા, ૨૯૦ કિ. દાળ, ૧૪ કિ. સોયાબીન, ૨૯ લીટર ખાદ્યતેલ, ૧૭ કિ. મસાલા, ૨૮ કિ. મીઠું, ૨૯ કિ. ખાંડ; બાગબાઝાર : ૧૨૦૦ સાડી, ૨૩૮૯ ખમીસ, ૨૪૪૪ લેંઘા, ૪૦૦ બાલવસ્ત્ર; બાજેપ્રતાપપુર : ૧૫૦૦ લેંઘા; વરાહનગર : ૪૯૮ ટીશર્ટ; ભોપાલ : ૩૬૯ ખમીસ, ૪૩૧ ટીશર્ટ, ૮૦૦ લેંઘા; વિલાસપુર : ૧૦૦૦ ખમીસ, ૧૧૦૦ લેંઘા, ૧૦૦ ટોપ્સ; ગદાધર : ૬૦ ટીશર્ટ, ૧૫૦ ખમીસ, ૩૦૦ જોડી બાલવસ્ત્ર; ગુરાપ : ૧૦૦૦ લેંઘા, ૧૦૦૦ શર્ટ માટે કાપડ; ગુવાહાટી : ૬૦ ખમીસ, ૩૦૦૦ લેંઘા અને પ૦૦ શર્ટ માટે કાપડ; હટમુનીગુડા : ૩૦૦ સાડી, જમ્મુ : ૩૦૮ ખમીસ, ૪૧૧ લેંઘા; કાલાડી : ૧૪૦૦ બિસ્કિટ પેકેટ્સ, ૭૦૦ ખમીસ; કામારપુકુર : ૮૦૦૦ ટીશર્ટ, ૨૦૦૦ લેંઘા, ૩૫૦૦ શર્ટ માટે કાપડ; કોઈલેન્ડિ : ૫૦૦ ખમીસ, ૫૦૦ શર્ટ માટે કાપડ; લખનૌ : ૩૦૦૦ ખમીસ, ૩૦૦૦ લેંઘા અને ૯૦૦ શર્ટ માટે કાપડ; નાઓરા : ૨૦૦ સાડી, ૧૫૦૦ ખમીસ, ૧૫૦૦ લેંઘા; પ્રયાગરાજ : ૨૦૦ શર્ટ, ૨૦૦ લેંઘા; પુરી : ૭૧૬ ખમીસ, ૪૬૬ લેંઘા; રામહરિપુર : ૪૦૦૦ શર્ટ માટે કાપડ; સિમલા : ૧૦૦૦ લેંઘા અને ૫૦૦ શર્ટ માટે કાપડ; વૃન્દાવન : ૨૫૫ કિ. ચોખા, ૨૫૫ કિ. લોટ, ૫૧ કિ. દાળ, ૫૧ કિ. તેલ, ૫૧ કિ. મીઠું, ૨૫ કિ. ખાંડ, ૫૧ પેકેટ્સ ચા, ૫૧ પેકેટ્સ મિલ્ક પાવડર, ૩૪૦૦ ગોટી સાબુ અને ૫૧ પેકેટ્સ ધોવાનો સાબુ,૧૭૦૦ પેકેટ્સ તેલ, ૧૭૦૦ સાડી, ૫૧ ગરમ ટોપી, ૧૭૦૦ જોડી મોજાં; ખેતરી : ૧૧૩ સીવણના સંચા; રાહરા : ૧ રીક્ષા સાયકલ, ૧ રીક્ષા વાન, ૨ સીવણના સંચાનું વિતરણ થયું હતું.
રામકૃષ્ણ મિશનના સંચાલક મંડળના અહેવાલનો સારાંશ ૨૦૧૮-૧૯
રામકૃષ્ણ મિશનની ૧૧૦મી વાર્ષિક સાધારણ સભા બેલુર મઠમાં રવિવાર ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ૩.૩૦ વાગ્યે યોજાઈ હતી. આ સભાના અહેવાલના મુખ્ય મુદ્દા આ પ્રમાણે હતા.
રામકૃષ્ણ મિશને પ્રાપ્ત કરેલા પુરસ્કાર : ૧. વિદેશ મંત્રાલય, ભારત સરકારે રામકૃષ્ણ મિશનનાં દક્ષિણ આફ્રિકાનાં સેવાકાર્યો માટે રામકૃષ્ણ મિશનને પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડથી બિરદાવ્યું છે. ૨. RKMVERI (deemed to be University) બેલુરને સર્વોત્તમ ગ્રેડ A++ National Assessment and Accreditation Council (NAAC) દ્વારા પ્રાપ્ત થયો છે. ૩. પુરુલિયા વિદ્યાપીઠને બંગાળ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા Best School Award પ્રાપ્ત થયો છે.
રામકૃષ્ણ મઠ અને મિશનના મુખ્યાલય તેમજ શાખા આશ્રમો દ્વારા સ્વામી વિવેકાનંદના શિકાગો ધર્મ મહાસભાના ભાષણની ૧૨૫મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલ નિબંધ લેખન, પાઠાન્તર અને વિવિધ સંસ્કૃતિ સ્પર્ધામાં લગભગ ૧.૧૪ લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. શાખાકેન્દ્રો દ્વારા પણ ૮૮ યુવા સંમેલન અને ભક્ત સંમેલન યોજાયાં હતાં. એમાં લગભગ ૩૪,૦૦૦ લોકોએ ભાગ લીધો. USAનાં થોડાં તેમજ વિદેશનાં બીજાં કેન્દ્રો દ્વારા પણ જાહેર સભા, પ્રવચનો અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા.
રામકૃષ્ણ મિશનનાં નવાં શાખાકેન્દ્રો : ૧. બિલાસપુર-છત્તીસગઢ, ૨. કટકઓરિસ્સા ૩. યદાદ્રી-ભુવનગીરી- તેલંગાણાનો શુભારંભ કરવામાં આવ્યો. સપ્ટેમ્બર, ૨૦૧૮ માં મુખ્યાલયની દેખરેખ હેઠળ શ્યામ સાયર બર્ધમાન (પેટા કેન્દ્ર), પૂર્વ બંગાળ ખાતે શરૂ કર્યા પછી ઓક્ટોબર ૨૦૧૯ માં પૂર્ણપણે સ્વતંત્ર શાખા કેન્દ્ર તરીકે શરૂ થયું. રાજકોટ આશ્રમના પેટા કેન્દ્ર રૂપે અમદાવાદ કેન્દ્રનો પ્રારંભ થયો છે. દક્ષિણ આફ્રિકામાં Phoenix આશ્રમને રામકૃષ્ણ મિશનના શાખા કેન્દ્ર રૂપે શરૂ કરવામાં આવ્યું અને Johnnesburg આશ્રમને Phoenix આશ્રમના પેટા કેન્દ્ર તરીકે શરૂ કરવામાં આવેલ છે. રામકૃષ્ણ મઠનું ડબલીન આયર્લેન્ડ ખાતે નવું કેન્દ્ર શરૂ થયું છે.
શિક્ષણક્ષેત્રે સાધેલી નવી પ્રગતિ : ૧. Peerless Skills Academy ના સહયોગથી, આપણા આશ્રમોમાં ચાલતાં વ્યવસાય તાલીમ કેન્દ્રોને પ્રબળ બનાવવા Skill Development Project શરૂ કરવામાં આવ્યો છે. ૨. વરાહ નગર મિશન આશ્રમે શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ જોડ્યો. ૩. ગારબેટા આશ્રમમાં અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાનો આરંભ. ૪. માલદા આશ્રમે અંગ્રેજી માધ્યમનો વિભાગ પોતાની શાળામાં દાખલ કર્યો. ૪. લુમદુન્ગ આશ્રમે પ્રાથમિક શાળા શરૂ કરી.
વૈદ્યકીય ક્ષેત્રે સાધેલી નવી પ્રગતિ : ૧. દહેરાદુન આશ્રમે આંખ માટે Super Specialty કેન્દ્ર શરૂ કર્યું. ૨. ઈટાનગર આશ્રમમાં બે Operation Theater નું વિસ્તરણ થયું. ૩. કનખલ આશ્રમે ૮ બિસ્તર વાળું High Dependency Unit શરૂ કર્યું. ૪. લખનૌ આશ્રમે સંપૂર્ણપણે સજ્જ IUI (Intrauterine Insemination) Laboratory શરૂ કરી ૫. સેવા પ્રતિષ્ઠાન કેન્દ્રે Cardiology Wardનું બાંધકામ કરીને Endocrinology વિભાગ શરૂ કરેલ. ૫. વિશાખાપટ્ટનમ આશ્રમે Cerebal Palsy and Learnig Center માં વાણી ઉપચાર વિભાગ શરૂ કર્યો.
ગ્રામીણ વિકાસના ક્ષેત્રે નવી યોજનાઓ : ૧. ખેતડી આશ્રમે સ્થાનિક મહિલાઓ માટે હસ્તકલા તાલીમ કેન્દ્ર શરૂ કર્યું. ૨. માલદા આશ્રમે માલદા જિલ્લાનાં બે ગામની પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહ્ન ભોજન માટે શેડ (Shed) બનાવ્યા. ૩. રાંચી મોરાબાદી આશ્રમે ૬૯૬૯ હેક્ટર જમીનને આવરતા Watershed વિકસાવ્યા અને બીજની ગુણવત્તા વિકસાવવા Seed Village Programme ચાલુ કર્યો. આશ્રમે આંગરા બ્લોકની નવાગઢ ગ્રામપંચાયતને આદર્શ આદિવાસી ગ્રામપંચાયત બનાવવા દત્તક લીધું. ૪. સારગાછિ આશ્રમે ખેડૂતોના લાભાર્થે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર શરૂ કર્યું.
ઘણાં કેન્દ્રોએ સ્વચ્છતા ઝુંબેશ ચલાવીને સ્વચ્છતાજાગૃતિ શિબિરો યોજીને સ્વચ્છ ભારત અભિયાનને આગળ વધાર્યું. ૧. મેંગલોર આશ્રમે મેંગલોર અને આજુબાજુમાં ૩૬ સ્વચ્છતા ઝુંબેશ ચલાવી. દક્ષિણ કન્નાડા જિલ્લામાં ૫૫૮ સ્વચ્છતા ઝુંબેશ ચલાવી. મહાવિદ્યાલયોમાં ૩૫ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ૧૨૩૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ૨. રામહરિપુરા આશ્રમે બાકુંડા જિલ્લાના બિરરા ગ્રામે ૫૭ શૌચાલયોનંુ નિર્માણ કર્યું.
રામકૃષ્ણ મઠની વિશેષ ધ્યાનપાત્ર પ્રગતિઓ : ૧. રાજકોટ આશ્રમે પોતાના દવાખાનામાં દંત વિભાગ શરૂ કર્યો. ૨. બેલુર મઠના સાધુનિવાસ પાસે એક નવા Gangway અને Pontoon પ્રકારના Jettyની સ્થાપના કરવામાં આવી. ૩. કાંકુરગાછિ આશ્રમે દવાખાનાની ઇમારતનું નિર્માણ કર્યું. ૪. શ્યામપુકુર બાટી આશ્રમે પોતાના સેવાકાર્યના વિસ્તાર માટે ચારમાળની ઇમારત ખરીદી.
ભારતની બહારની વિશેષ ઉલ્લેખપાત્ર પ્રગતિઓ : ૧. The California Heritage Council દ્વારા સાન્ફ્રાન્સિસ્કો આશ્રમના જૂના મંદિરનાં પુનર્વસન-જતનના કાર્ય માટે પ્રશંસા પ્રમાણપત્ર (Certificate) અપાયું. ૨. ચાંદપુર(બાંગ્લાદેશ) આશ્રમમાં નવનિર્મિત વિવેકાનંદ ભવન અને બ્રહ્માનંદ ભવનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
રામકૃષ્ણ મઠ-મિશન દ્વારા થયેલ રાહત સેવાકાર્યો હેઠળ ૭૫૪.૪૬ કરોડ રૂપિયા વપરાયા છે.
રામકૃષ્ણ મઠ-મિશને કેરળ, કર્ણાટક, પૂર્વોત્તર રાજ્યો અને દેશના બીજા ભાગોમાં વિનાશક પૂર, તીતલી અને ગજા જેવાં વાવાઝોડાથી આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની અસરગ્રસ્ત જગ્યાઓએ રાહત અને પુનર્વસનની કામગીરી હેઠળ ખર્ચ રૂા. ૪૨.૪૧ કરોડ કર્યો જેનો ૯.૭૩ લાખ લોકોને લાભ મળ્યો.
મઠ-મિશનનાં કલ્યાણકારી કાર્યો (Welfare work) પાછળ ગરીબ વિદ્યાર્થીઓને છાત્રવૃતિ અને વૃદ્ધ ,દર્દી અને નિરાધાર લોકોને મદદ કરવામાં રૂપિયા ૨૧.૪૫ કરોડ ખર્ચ્યા.
વૈદ્યકીય ક્ષેત્રે મિશન દ્વારા ચલાવવામાં આવતાં ૧૦ રુગ્ણાલય, ૮૮ દવાખાનાં, ૪૧ હરતાં-ફરતાં વૈદ્યકીય એકમો, ૯૧૬ વૈદ્યકીય શિબિર દ્વારા ૭૮.૩૨ લાખ લોકોની તબીબી સેવા પાછળ રૂા. ૨૫૯.૪૨ કરોડ વાપર્યા.
મિશનની શૈક્ષણિક સંસ્થાઓમાં આંગણવાડીથી મહાવિદ્યાલય સુધી તેમજ બિનઔપચારિક શિક્ષણ કેન્દ્રો, રાત્રી શાળાઓ, શિક્ષણ વર્ગાેમાં લગભગ ૨.૬૮ લાખ વિદ્યાર્થીઓ ભણ્યા. આ યોજના હેઠળ રૂા. ૩૫૭.૯૭ કરોડ ખર્ચાયા.
મિશનના ગ્રામીણ અને આદિજાતિ પ્રકલ્પો હેઠળ ખર્ચ રૂપિયા ૭૩.૨૧ કરોડ થયો અને ૭૦.૫૬ લાખ લોકોને લાભ મળ્યો.
અમે આ તકનો લાભ લઈને આભાર વ્યક્ત કરી રહ્યા છીએ કે અમારા સભ્યો અને મિત્રોના અમે હૃદયથી આભારી છીએ કે જેમના સહયોગ અને મદદથી રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠની સેવા પ્રવૃત્તિઓ આગળ વધી.
૧૫ ડિસેમ્બર, ૨૦૧૯
(સ્વામી સુવીરાનંદ)
મહાસચિવ
Your Content Goes Here