अत्राभिमानादहमित्यहंकृतिः।
स्वार्थानुसन्धानगुणेन चित्तम् ।।94।।
શરીર વગેરેમાં ‘હું’ના અભિમાનથી ‘અંહકાર’ કહેવાય છે અને
પોતાના સુખસાધનની ખોજના ગુણથી ‘ચિત્ત’ કહેવાય છે.
प्राणापानव्यानोदानसमाना भवत्यसौ प्राणः ।
स्वयमेव वृत्तिभेदाद्विकृतिभेदात्सुवर्णसलिलादिवत् ।।95।।
આ પ્રાણ સુવર્ણ કે જળ વગેરેની જેમ વૃત્તિભેદથી વિકૃતિની ભિન્નતાને કારણે
સ્વયં જ પ્રાણ-અપાન-વ્યાન-ઉદાન તથા સમાન નામના પંચવાયુઓમાં પરિણત થાય છે.
वागादि पञ्च श्रवणादि पञ्च प्राणादि पञ्चाभ्रमुखानि पञ्च ।
बुद्ध्याद्यविद्यापि च कामकर्मणी पुर्यष्टकं सूक्ष्मशरीरमाहुः ।।96।।
વાક્ આદિ પાંચ કર્મેન્દ્રિયો, શ્રવણ આદિ પાંચ જ્ઞાનેન્દ્રિયો, પ્રાણ આદિ પાંચ વાયુ, આકાશ આદિ પાંચ મહાભૂત, બુદ્ધિ આદિ અંત :કરણ ચતુષ્ટય; અવિદ્યા, કામ અને કર્મ આ આઠ પુરીઓને સૂક્ષ્મ શરીર કહે છે.
Your Content Goes Here