सर्वव्यापृतिकरणं लिङ्गमिदं स्याच्चिदात्मनः पुंसः ।
वास्यादिकमिव तक्ष्णस्तेनैवात्मा भवत्यसङ्गोऽयम् ।।100।।
જેમ સુથાર (પોતાના કાર્ય માટે) વાંસલા જેવાં ઉપકરણો પર નિર્ભર છે, તે જ રીતે ચૈતન્ય-સ્વરૂપ (આત્મા)નાં બધાં વ્યાવહારિક કર્મ આ લિંગ (સૂક્ષ્મ) શરીર પર જ આધારિત છે. એટલે આત્મા લિંગ શરીરથી પૃથક્ તથા અસંગ છે.
अन्धत्वमन्दत्वपटुत्वधर्माः सौगुण्य-वैगुण्यवशाद्धि चक्षुषः ।
बाधिर्यमूकत्वमुखास्तथैव श्रोत्रादिधर्मा न तु वेत्तुरात्मनः ।।101।।
નેત્રોના ગુણદોષને કારણે જ અંધતા, અલ્પદૃષ્ટિ, તીક્ષ્ણદૃષ્ટિ જેવાં લક્ષણો જોવા મળે છે; એવી જ રીતે બહેરાપણું, મૂગાપણું વગેરેને કાન આદિના દોષરૂપે જુઓ, આત્માના નહીં.
उच्छ्वास-निःश्वास-विजृम्भणक्षुत्, प्रस्यन्दनाद्युत्क्रमणादिकाः क्रियाः ।
प्राणादि-कर्माणि वदन्ति तज्ज्ञाः, प्राणस्य धर्मावशनापिपासे ।।102।।
શ્વાસ લેવો અને શ્વાસ છોડવો, બગાસું ખાવું, છીંકવું, કફ નીકળવો તથા દેહત્યાગ પ્રાણનાં કાર્ય છે, એવું આ વિષયને જાણનારા કહે છે. ભૂખ અને તરસ પ્રાણના ધર્મ છે.
अन्तःकरणमेतेषु चक्षुरादिषु वर्ष्मणि ।
अहमित्यभिमाने तिष्ठत्याभासतेजसा ।।103।।
શરીરમાં અંત :કરણ ચૈતન્યનો આભાસ તથા તેજયુક્ત બનીને નેત્ર આદિ (ઇન્દ્રિયો)થી અને
‘હું’ (જોનાર અને કરનાર હું-આ) વૃત્તિની સાથે સ્થિત રહે છે.
Your Content Goes Here