રામકૃષ્ણ મઠ, અમદાવાદ

રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લોકડાઉનના આ સમય દરમિયાન બાળકોમાં જ્ઞાનવર્ધન થાય તે માટે ૧૨ થી ૧૫ વર્ષના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીયકક્ષાએ વિડિયો વક્તૃત્વ સ્પર્ધા જુદા જુદા વિષયો પર યોજવામાં આવેલી જેમાં ત્રણ જૂથ ૧) શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ, ૨) રામચન્દ્ર, શ્રીકૃષ્ણ અને હનુમાનજી, ૩) યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન રાખવામાં આવ્યાં હતાં. ત્રણેય જૂથમાંથી એક વિષય પર ૪-૪ મિનિટની વિડિયો આપવાની હતી. રાષ્ટ્રીયકક્ષાની આ સ્પર્ધામાં કુલ ૧૪૩ વિદ્યાર્થીઓએ પોતાનું અનન્ય કૌશલ્ય દર્શાવી ત્રણ ત્રણ વિડિયો મોકલાવી આપેલી, જેમાંથી પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પસંદગી પામેલા કુલ ૪૦ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલા.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

તા. ૨૩મી જૂન, મંગળવાર ૨૦૨૦ના રોજ શ્રીમંદિરના પરિસરમાં મધ્યાહ્ન બાદ શ્રીમંદિર ફરતે પરંપરાગત રીતે આશ્રમના સંન્યાસીઓ અને બ્રહ્મચારીવૃંદે ભાવભક્તિ સાથે શ્રીજગન્નાથ મહાપ્રભુના રથ સાથે ત્રણ પ્રદક્ષિણા કરી હતી. કોરોના વાયરસની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વખતે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીને આ પ્રદક્ષિણામાં ઉપસ્થિત વ્યક્તિઓએ ‘જય જગન્નાથ’, ‘હરિ બોલ’, ‘હરે રામ હરે રામ રામ રામ હરે હરે’ અને ‘હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે’ની ધૂન સાથે પ્રદક્ષિણા પૂર્ણ કરી હતી.

Total Views: 301

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.