शुद्धाद्वयब्रह्मविबोधनाश्या सर्पभ्रमो रज्जुविवेकतो यथा ।
रजस्तमःसत्त्वमिति प्रसिद्धा गुणास्तदीयाः प्रथितैः स्वकार्यैः ।।110।।

જેવી રીતે દોરડીના જ્ઞાનથી સાપનો ભ્રમ દૂર થાય છે તેવી જ રીતે શુદ્ધ અદ્વય બ્રહ્મના સાક્ષાત્કાર દ્વારા આ
(માયા)નો નાશ થાય છે. પોતાનાં કાર્યોથી પ્રસિદ્ધ થવાવાળા સત્ત્વ, રજસ, તમ- આ ત્રણ માયાના જ ગુણ છે.

विक्षेपशक्ती रजसः क्रियात्मिका यतः प्रवृत्तिः प्रसृता पुराणी ।
रागादयोऽस्याः प्रभवन्ति नित्यं दुःखादयो ये मनसो विकाराः ।।111।।

રજોગુણથી ક્રિયાત્મક વિક્ષેપ શક્તિ પ્રગટ થાય છે જેના દ્વારા લાંબા સમયથી વિષયોમાં પ્રવૃત્તિનો વિસ્તાર થઈ રહ્યો છે. આસક્તિ વગેરે, દુ :ખ-સુખ વગેરે જે મનના બધા વિકારો છે, તેઓ નિરંતર આનાથી જ ઉત્પન્ન થાય છે.

कामः क्रोधो लोभदम्भाद्यसूयाऽहंकारेर्ष्यामत्सराद्यास्तु घोराः।
धर्मा एते राजसाः पुम्प्रवृत्तिर्यस्मादेषा तद्रजो बन्धहेतुः ।।112।।

કામ, ક્રોધ, લોભ, દંભ, દુર્ભાવ, અહંકાર, ઈર્ષા, માત્સર્ય વગેરે- આ ઘોર લક્ષણો રજોગુણનાં છે જેનાથી મનુષ્યના મનમાં બધી સાંસારિક પ્રવૃત્તિઓ ઉત્પન્ન થાય છે. તેથી રજોગુણ જ બંધનનું કારણ છે.

Total Views: 283

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.