मिश्रस्य सत्त्वस्य भवन्ति धर्मास्त्वमानिताद्या नियमा यमाद्याः।
श्रद्धा च भक्तिश्च मुमुक्षुता च दैवी च सब्पत्तिरसन्निवृत्तिः।।118।।
અમાનીપણું આદિ (પવિત્રાદિ) નિયમો, (અહિંસાદિ) યમો ઇત્યાદિ, શ્રદ્ધા, ભક્તિ, મોક્ષની ઇચ્છા, (અભય આદિ) દૈવી સંપત્તિ અને અસત્ની નિવૃત્તિ (કાંઈક દબાયેલા રજોગુણથી તથા તમોગુણથી) મિશ્ર સત્ત્વગુણના ધર્મો છે.
विशुद्धसत्त्वस्य गुणाः प्रसादः स्वात्मानुभूतिः परमा प्रशान्तिः।
तृप्तिः प्रहर्षः परमात्मनिष्ठा यया सदानन्दरसं समृच्छति।।119।।
(અંત :કરણની) પ્રસન્નતા, પોતાના આત્માનો અનુભવ, પરમ પ્રશાન્તિ, પરમ તૃપ્તિ, પરમાનંદ (અને) બ્રહ્મ સ્વરૂપનો નિશ્ચય (કે) જે વડે (મનુષ્ય) અવિનાશી આનંદના અનુભવને પામે છે, (આ) વિશુદ્ધ સત્ત્વગુણના ધર્મો છે.
अव्यक्तमेतत् त्रिगुणैर्निरुक्तं तत्कारणं नाम शरीरमात्मनः।
सुषुप्तिरेतस्य विभक्त्यवस्था प्रलीनसर्वेन्द्रियबुद्धिवृत्तिः।।120।।
ત્રણ ગુણો વડે કહેલું આ અવ્યક્ત (માયા નામનું તત્ત્વ) તે જીવાત્માનું કારણ શરીર (બ્રહ્મવિદ્યા વડે વિનાશ પામનાર) પ્રસિદ્ધ છે. જેમાં સર્વ ઇન્દ્રિયોની તથા બુદ્ધિની વૃત્તિ અત્યંત લીન થઈ જાય છે એવી (જાગ્રત તથા સ્વપ્નથી) ભિન્ન અવસ્થા સુષુપ્તિ આની (કારણ શરીરના અભિમાનીની) છે.
Your Content Goes Here