सर्वप्रकारप्रमितिप्रशान्तिर्बीजात्मनाऽवस्थितिरेव बुद्धेः।
सुषुप्तिरेतस्य किल प्रतीतिः, किञ्चिन्न वेद्मीति जगत्प्रसिद्धेः।।121।।

જ્યાં બધી જાતનું જ્ઞાન શમી જાય છે અને બુદ્ધિ માત્ર બીજરૂપે રહે છે એ સુષુપ્તિ અવસ્થા છે.
માણસ સુષુપ્તિ અવસ્થામાં જાગીને કહે છે, કે મને કાંઈ ખબર નહોતી.
આ જ (આ અવસ્થામાં કેવળ એક જ વસ્તુરૂપે રહેલા આત્માની) ખાતરી છે.

देहेन्द्रियप्राणमनोऽहमादयः सर्वे विकारा विषयाः सुखादयः ।
व्योमादिभूतान्यखिलं च विश्वमव्यक्तपर्यन्तमिदं ह्यनात्मा ।। 122 ।।

દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન અને અહંકાર વગેરે બધા વિકાર, સુખ-દુ :ખ વગેરે વિષય, આકાશ વગેરે પંચભૂત અને માયા સુધીનું આખું જગત-આ બધું આત્મા નથી-જડ છે.

माया मायाकार्यं सर्वं महदादि देहपर्यन्तम् ।
असदिदमनात्मतत्त्वं विद्धि त्वं मरुमरीचिकाकल्पम् ।। 123।।

માયા અને મહત્તત્ત્વથી માંડી દેહ સુધીનાં બધાં માયાનાં કાર્યને તું ઝાંઝવાનાં
જળ જેવાં અસત્ (મિથ્યા) અને જડ જાણ.

Total Views: 307

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.