રાષ્ટ્રિય પોષણ માહની ઉજવણી

સરકારની માર્ગદર્શિકા અનુસાર ‘રાષ્ટ્રિય પોષણ માહ’ના ઉપલક્ષ્યમાં તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘શ્રીમા શારદા સેરેબ્રલ પાલ્સી એન્ડ રિહેબિલિટેશન ડિપાર્ટમેન્ટ’ દ્વારા આરોગ્ય અને બાળસુરક્ષા જાગૃતિ અર્થે આશા વર્કર્સ માટે સાંજના ૩.૦૦ થી ૪.૩૦ દરમિયાન ‘વોટ યુ નીડ ટુ નો’ એ નામનો વેબિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં ૧૫૨ વ્યક્તિઓએ ભાગ લીધો હતો.

રાષ્ટ્રિયકક્ષા-વેબિનાર

સિસ્ટર નિવેદિતાની ૧૫૩મી જન્મજયંતીની ઉજવણીના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘સિસ્ટર નિવેદિતાના જીવન-પ્રસંગની પ્રાસંગિકતા’ એ વિષય પર રાષ્ટ્રિય કક્ષાના વેબિનારનું તા. ૨૮ આૅક્ટોબર, ૨૦૨૦ના રોજ સાંજના ૪.૦૦ થી ૬.૦૦ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનારમાં વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારીનાં ઉપાધ્યક્ષા પદ્મશ્રી નિવેદિતા ભીડે; જાણીતાં લેખિકા અને ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગરનાં પૂર્વ સલાહકાર શ્રીજ્યોતિબહેન થાનકી અને વિવેકાનંદ વિદ્યાપીઠ, રાયપુર, છત્તીસગઢના સ્થાપક ડૉ. ઓમપ્રકાશ વર્માએ પોતાનાં મનનીય પ્રવચનો આપ્યાં હતાં. આ વેબિનારમાં ૭૫૮ વ્યક્તિઓએ નામનોંધણી કરાવી હતી અને આશરે ૧૨૦૦ વ્યક્તિઓએ આ કાર્યક્રમ આશ્રમની યુટ્યૂબ ચેનલ પર લાઈવ માણ્યો હતો.

શ્રીશ્રી દુર્ગાપૂજા અને શ્રીશ્રી કાલીપૂજા

૧૭મી આૅક્ટોબરથી સંધ્યા આરતી પછી ભક્તિગીતો-આગમની; ૨૨ થી ૨૫ આૅક્ટોબર સંધ્યા આરતી પછી મહિષાસુરમર્દિની સ્તોત્રગાનનો કાર્યક્રમ યોજાયો હતો. ૨૪ આૅક્ટોબરના રોજ દુર્ગાષ્ટમીપૂજાના કાર્યક્રમમાં મંગલ આરતી, વેદપાઠ, સ્તોત્રગાન, ધ્યાન, વિશેષ પૂજા અને શ્રીચંડીપાઠ, ભજન, હવન, સાંજે ૫ :૪૫ વાગ્યે શ્રીમા નામસંકીર્તન, ૭ વાગ્યે આરતી, ભજનકીર્તન, ૨૬મી આૅક્ટોબરના રોજ સંધ્યા આરતી પછી શાંતિજળ વગેરે કાર્યક્રમ યોજાયા હતા. ૧૪મી નવેમ્બરના શનિવારે રાત્રીના ૯ થી સવારના ૪ વાગ્યા સુધી શ્રીશ્રીકાલી પૂજા, હવન, ભજનકીર્તન અને પ્રસાદ વિતરણના કાર્યક્રમો યોજાયા હતા. ૧૫મી નવેમ્બરના રવિવારે બપોરે ૪ વાગ્યે શ્રીમા કાલીની પ્રતિમાના વિસર્જન બાદ સાંજે સંધ્યા આરતી પછી શાંતિજળનો કાર્યક્રમ યોજાયો હતો.

નિ :શુલ્ક નેત્રચિકિત્સા-કેમ્પ

તા. ૨૫ સપ્ટેમ્બર થી ૨૮ આૅક્ટોબર, ૨૦૨૦ દરમિયાન આયોજિત નિ :શુલ્ક નેત્રચિકિત્સા કેમ્પમાં કુલ ૫૨ વ્યક્તિઓની ચિકિત્સા કરવામાં આવી હતી અને ૪૩ વ્યક્તિઓની આંખનાં ઓપરેશન કરવામાં આવ્યાં હતાં.

Total Views: 246

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.