તામિલનાડુમાં ‘નિવાર’ વાવાઝોડું રાહતકાર્ય

તામિલનાડુમાં ત્રાટકેલ જીવલેણ વાવાઝોડું ‘નિવાર’ના અસરગ્રસ્ત વિસ્તારોમાં રામકૃષ્ણ મિશનનાં વિવિધ કેન્દ્રોએ રાહતકાર્ય હાથ ધર્યું હતું.

૧) ચેંગલપટ્ટુ તારીખ ૨૪ થી ૨૭ નવેમ્બર, ૨૦૨૦ સુધી ૪૦ લોકોને ચેંગલપટ્ટુ જિલ્લાના સ્થાનીય શાળાઓમાં રહેવાસ આપીને એમને ખાદ્યાન્ન, બિસ્કિટ, પાણી, દૂધ, અને મેડિકલની સેવાઓ પૂરી પાડી હતી.

૨) ચેન્નાઇ સ્ટુડેંટ્સ હોમ દ્વારા ૨૯ નવેમ્બરના રોજ અસરગ્રસ્તોમાં ૧૮૪ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં – ૧ કિલો ચોખા, ૧ કિલો સુજી ,૧ કિલો સેવ, ૩ કિલો કઠોળ, ૧ કિલો મીઠું, ૪૦૦ ગ્રામ મસાલા,

૨ કિલો ખાંડ, ૧ સાબુ, ૧ ડિટર્જેન્ટ બાર, ૧ ટૂથપેસ્ટ અને ૧ ટૂથબ્રશ – સામેલ હતાં.

શીતકાલીન રાહતકાર્ય

નિમ્નલિખિત કેન્દ્રોએ શીતકાલીન રાહતકાર્યમાં જરૂરતમંદ લોકોમાં ધાબળા વિતરણ કર્યું હતું.

૧) આસાનસોલ (પ.બંગાળ) ૧૩ થી ૨૩ નવેમ્બર ૫૦૦ ધાબળા

૨) ચંડીગઢ (પંજાબ) ૧૪ નવેમ્બરના રોજ ૧૦૦ ધાબળા

૩) ઇન્દોર (મધ્યપ્રદેશ) ૮ નવેમ્બરના રોજ ૭૦૦ ધાબળા

૪) નાઉરા (પ.બંગાળ) ૨૭ નવેમ્બરના રોજ ૫૯૦ ધાબળા

૫) પુરી (ઓડિસા) ૨૪ થી ૨૮ નવેમ્બર ૩૦૦ ધાબળા

૬) રાજારહાટ બિષ્ણુપુર (પ.બંગાળ) ૨૮ થી ૩૦ નવેમ્બર ૩૦૦ ધાબળા

Total Views: 354

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.