यः पश्यति स्वयं सर्वं यं न पश्यति कश्चन ।
यश्चेतयति बुद्ध्यादि न तद्यं चेतयत्ययम् ।। 127 ।।

આત્મા પોતે બધાને જુએ છે, પણ એને કોઈ જોતું નથી,
એ પોતે બુદ્ધિ વગેરેને સતેજ કરે છે, પણ બુદ્ધિ વગેરે એને સતેજ કરી શકતાં નથી.

येन विश्वमिदं व्याप्तं यं न व्याप्नोति किञ्चन ।
आभारूपमिदं सर्वं यं भान्तमनुभात्ययम् ।। 128 ।।

એનાથી આખું જગત વ્યાપ્ત છે, પણ એને કોઈ વ્યાપી શક્તું નથી.
એ પ્રકાશે છે, તેથી તેની પાછળ આભાસ ( છાયા ) રૂપે આ બધું પ્રકાશે છે.

यस्य सन्निधिमात्रेण देहेन्द्रियमनोधियः ।
विषयेषु स्वकीयेषु वर्तन्ते प्रेरिता इव ।। 129 ।।

એના માત્ર સામીપ્યથી દેહ, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ પોતપોતાના વિષયોમાં જાણે
પ્રેરણા પામ્યાં હોય તેમ વર્તે છે.

Total Views: 303

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.