अहङ्कारादिदेहान्ता विषयाश्च सुखादयः ।
वेद्यन्ते घटवद्येन नित्यबोधस्वरूपिणा ।। 130 ।।
નિત્ય જ્ઞાનસ્વરૂપ એ આત્માના હોવાથી જ અહંકારથી માંડી દેહ સુધીના પદાર્થાે,
શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વગેરે વિષયો અને સુખ વગેરે અનુભવાય છે.
एषोऽन्तरात्मा पुरुषः पुराणो निरन्तराखण्डसुखानुभूतिः ।
सदैकरूपः प्रतिबोधमात्रो येनेषिता वागसवश्चरन्ति ।। 131 ।।
આ અંતરાત્મા નિરંતર અખંડ સુખના અનુભવરૂપ અને પુરાણ (અનાદિ) પુરુષ છે,
જે હમેશાં એકરૂપ અને માત્ર જ્ઞાનસ્વરૂપ છે, એની જ પ્રેરણા પામેલી ઇન્દ્રિયો અને પ્રાણ ચાલે છે.
अत्रैव सत्त्वात्मनि धीगुहाया मव्याकृताकाश उशत्प्रकाशः ।
आकाश उच्चै रविवत्प्रकाशते स्वतेजसा विश्वमिदं प्रकाशयन् ।। 132 ।।
સત્ત્વગુણવાળા અંત :કરણની અંદર કારણ શરીરમાં સ્વયંપ્રકાશરૂપ ચેતન
આકાશ છે, એ જ આત્મા છે; એ ઊંચે આકાશમાં રહેલા સૂર્યની જેમ પોતાના
તેજથી આખા જગતને અજવાળતો પ્રકાશે છે.
Your Content Goes Here