સ્વામી વિવેકાનંદનો ૧૫૯મો તિથિપૂજા મહોત્સવ :

સ્વામી વિવેકાનંદની ૧૫૯મી જન્મજયંતી નિમિત્તે ૪ ફેબ્રુઆરી, ૨૦૨૧ને ગુરુવારે સવારે પ વાગ્યે મંગલ આરતી, વેદપાઠ, ભજન અને ધ્યાન; ૬-૦૦ વાગ્યે વિશેષ નૈવેદ્યાર્પણ; ૮ વાગ્યે વિશેષ પૂજા; ૯-૩૦ વાગ્યે ભજન; ૧૦-૩૦ વાગ્યે હવન, ૧૧-૪૫ વાગ્યે ભોગઆરતી; સાંજે ૫-૩૦ શ્રીશિવનામ સંકીર્તન; સાંજે ૬-૪૫ વાગ્યે સંધ્યા આરતી અને ભજન વગેરેનું આયોજન થયું હતું.

સરસ્વતી પૂજા :

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં દર વર્ષની જેમ વસંત પંચમીના દિવસે ૧૬મી ફેબ્રુઆરી,૨૦૨૧ના રોજ સવારથી બપોર સુધી સરસ્વતી પૂજાનું આયોજન થયું હતું. સવારે મંગળા આરતી પછી ધ્યાન, ભજન, વૈદિક મંત્રોચ્ચાર, દેવી સરસ્વતીની પ્રતિમાપૂજા, વિશેષ હવન અને પુષ્પાંજલિનો કાર્યક્રમ શ્રીમંદિરમાં યોજાયો હતો. ૧૭મી ફેબુ્રઆરી, ૨૦૨૧ના રોજ વિસર્જન પૂજા તેમજ વિધિના આયોજન બાદ સાંજે સંધ્યા આરતી પછી શાંતિજળના કાર્યક્રમનું આયોજન થયું હતું.

સ્વામી વિવેકાનંદજીની ૧૫૯મી જન્મજયંતી મહોત્સવ ઓનલાઇન સ્પર્ધા-૨૦૨૦ નો અહેવાલ :

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા છેલ્લાં ૫૪ વર્ષોથી નિરંતર સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન ડિસેમ્બર મહિનામાં, રાજકોટ શહેરની શાળા-કાૅલેજના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે.

કોરોના-પ્રકોપને કારણે અનેક પડકારો હતા. વિષમ પરિસ્થિતિમાં આયોજન શક્ય બનશે કે નહીં ? શું ઓનલાઇન સ્પર્ધા શક્ય થશે? ઓનલાઈન સ્પર્ધાનો જરા પણ અનુભવ ન હતો, આયોજન પછી પ્રતિસાદ મળશે કે કેમ, જેવા અનેક પ્રશ્નો હતા. સ્પર્ધાના ઇન્ચાર્જ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકોની મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો કે સ્પર્ધાનો આટલાં વર્ષનો ક્રમ તૂટવો ન જોઈએ અને સ્પર્ધા થવી જ જોઈએ. આથી ડિજિટલ ટૅકનોલોજીના નિષ્ણાતો, સ્વયંસેવકો અને નિર્ણાયકોની ટીમના ઉત્સાહ, આત્મવિશ્વાસ, અથાગ મહેનત અને જુસ્સાથી ઓનલાઈન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું.

દર વર્ષે કુલ ૭ સ્પર્ધાઓ યોજાતી હતી, આ વર્ષે ૩ સ્પર્ધાઓ થઈ હતી. જેમાં મુખપાઠ, વકતૃત્વ અને નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જણાવતાં આનંદ થાય છે કે સ્પર્ધામાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને ભારતવર્ષનાં ૨૫ રાજ્યો અને ૬ દેશોનાં કુલ ૩૧૩૮ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો. સ્પર્ધકોની રજૂઆત ખૂબ જ સરસ હતી. નિર્ણાયકોને પણ સર્વશ્રેષ્ઠ પસંદ કરવામાં ખૂબ મહેનત કરવી પડી. કુલ ૧૩૬ વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા. વિજેતા વિદ્યાર્થીઓને ઉપયોગી આકર્ષક ઇનામો તથા વિવેકાનંદ સાહિત્ય આપવામાં આવ્યું. સ્પર્ધામાં ભાગ લેનાર પ્રત્યેક વિદ્યાર્થીને એમના ઇ-મેઇલ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યાં. કુલ ૩૧૩૮ વિદ્યાર્થીઓમાં ૧૫૩૨ વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યના હતા. તેમાં અવ્વલ નંબર પર રાજકોટ શહેરના વિદ્યાર્થીઓ રહ્યા. તેમણે વિશ્વકક્ષાની આ સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં વિજેતાઓ થઈને રાજકોટ શહેરનું નામ રોશન કર્યું, શ્રેષ્ઠતાનો ડંકો વગાડ્યો અને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો. સ્પર્ધાની એક અનોખી વાતની ખરેખર નોંધ લેવા જેવી છે. સમગ્ર વિશ્વમાંથી જે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો, તેમાંથી કેટલાકનાં માતા-પિતા, દાદા-દાદીએ પણ પોતાના વિદ્યાર્થી જીવનમાં આ સ્પર્ધામાં ભાગ લીધેલો હતો. ઘણાંએ પોતાનાં પુત્ર-પુત્રી કે પૌત્ર-પૌત્રીને ઉત્સાહ અને માર્ગદર્શન આપીને ભાગ લેવડાવ્યો, જે ખૂબ ગર્વ-ગૌરવ લેવા જેવી વાત છે. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે આ સ્પર્ધાનો જાદુ આજે પણ જળવાઈ રહ્યો છે અને ઉત્તરોત્તર વધતો જાય છે.

ઓનલાઇન સ્પર્ધાના આયોજનની સફળતા પછી પ્રત્યેક વર્ષે આ જ રીતે સ્પર્ધાને વિશ્વફલક પર લઈ જવાની પ્રેરણા મળે છે. સમગ્ર સ્પર્ધામાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામીજીઓના માર્ગદર્શન હેઠળ ૪૬ નિર્ણાયકો અને ૧૭ સ્વયંસેવક ભાઈ- બહેનોએ અમૂલ્ય નિસ્વાર્થ સેવા આપીને સ્પર્ધાને સફળ બનાવી હતી.

Total Views: 336

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.