આપણે આરોગ્યને બદલે બીમારી-પ્રિય હોઈએ તેવું લાગે છે ! તંદુરસ્તી જાળવી રાખવા આપણી પાસે સમય નથી, પણ બીમાર પડીએ ત્યારે આરામ કરવા માટે આઠ-દસ દિવસ ફાળવી દઈએ છીએ. સ્વસ્થ હોઈએ ત્યારે તંદુરસ્તી જાળવી રાખવા માટે દરરોજ થોડો સમય ફાળવીએ તો બીમારી આવવાની સંભાવના ઘટી જાય છે. આ વાત જાણવા છતાં આપણે સમય ફાળવતા નથી.

વિજ્ઞાનની શોધો થતી જાય છે તેમ માણસનું મન વધારે સંકુચિત બનતું જાય છે. આ કારણે શરીરના કોષો ધીમે ધીમે નાશ પામતા જાય છે. એલોપથી વિજ્ઞાન રોગોનાં મૂળ સુધી જતું નથી અને માણસનાં મન અને શરીરનું રહસ્ય હજુ આપણે પૂરેપૂરું ઉકેલી શક્યા નથી.

બીમાર માણસને ઘણી વખત લોહીના બાટલા ચઢાવવામાં આવે છે. હજુ સુધી લોહીનું નિર્માણ માણસ કરી શક્યો નથી. ગ્લુકોઝના બાટલા અકુદરતી છે. આશ્ચર્યની બાબત એ છે કે ગ્લુકોઝના એક બાટલામાં પચીસ ગ્રામ ખાંડની ઊર્જા હોય છે એટલે કે બેચાર ચમચી ખાંડ જેટલી જ ઊર્જા એક બાટલામાં હોય છે. પણ ગ્લુકોઝનો બાટલો દર્દીનું માનસિક બળ વધારવાનું મોટું કામ કરે છે. એક બાટલો ચઢાવીએ એટલે દર્દીને લાગે છે : હાશ ! ઘણી તાકાત આવી ગઈ ! વાસ્તવમાં ડાૅક્ટરે ચઢાવેલા બાટલા ડરતાં દર્દીના ‘હાશકારા’માં વધારે તાકાત હોય છે. કુદરતે આપણા શરીરમાં ઇમ્યુનોલોજી-નામક સિસ્ટમ ગોઠવી છે. આ સિસ્ટમ રોગોનાં જંતુઓ સાથે જંગ ખેલીને તેમનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે. આ સિસ્ટમથી શરીર નીરોગી અને સમતોલ રહે છે. આ ઇમ્યુનોલોજી સિસ્ટમને વ્યવસ્થિત રાખવા થોડી આચારસંહિતા અમલી બનાવવી જરૂરી છે.

નવી સદી દવાઓની – એન્ટિબાયોટિક્સની નથી રહી. આપણામાં રહેલી શક્તિને જાગ્રત કરીને શરીર સાચવવાનો આ સમય છે. દવાઓની જાહેરખબરો ખૂબ આવે છે, જે આપણા મન ઉપર મોટી અસર કરે છે. કોલેસ્ટરોલ ઘટાડવા અંગે થોકબંધ જાહેરખબરો આવે છે. દર્દીઓએ દવાઓ ગટગટાવવા કરતાં રોગના મૂળમાં જવાની જરૂર છે. મોટાભાગના તબીબો રોગના મૂળ અંગે ખૂબ ઓછી વાત કરે છે. રોગના કારણનું નિવારણ ન થાય ત્યાં સુધી તેનો રામબાણ ઇલાજ શક્ય ન બને. આપણી જીવનશૈલી બદલવી જરૂરી છે. સમયાંતરે પરિવર્તન અનિવાર્ય હોય છે. વાતાવરણ બદલાય ત્યારે આપણા શરીરની કુદરતી સિસ્ટમ પણ બદલાય છે, તેથી ઘણી વખત ડાૅક્ટરો હવાફેર કરવા માટે ભલામણ કરે છે. પ્રકૃતિના ખોળે માણસ જાય ત્યારે મન પ્રફુલ્લિત બને છે અને શરીરમાં ઊર્જાનો સ્રોત વધે છે.

માણસ મનથી ખૂબ નબળો થતો જાય છે. સ્થૂળ શરીરની સારવાર ચાલતી હોય, પણ તે ભોજનની એક પણ વાનગી છોડી શકતો નથી. પરહેજી ન રાખવી અને દવા ગટગટાવવી – બંને બાબતો એકસાથે કઈ રીતે સંભવી શકે ? મોટાભાગનાં સ્થૂળકાય દર્દીઓ મનથી મજબૂત ન હોવાથી ભોજન ઉપર કાબૂ રાખી શકતાં નથી, તેથી હવે સ્થૂળકાયવાળાંને મનોસચિકિત્સકની મદદ લેવી પડે છે. મનને કાબૂમાં લેવા અન્યની મદદ લેવી પડે તે વખાણવા જેવી સ્થિતિ ન જ ગણાય.

Total Views: 339
By Published On: April 1, 2021Categories: Kamal Parikh, Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram