ગતાંકથી આગળ…

‘પાણી પૈસાથી ખરીદવું નથી પડતું એટલે, એનો લાપરવાહીથી વ્યવહાર કરવો અથવા બેકાર નષ્ટ કરવું ઉચિત નથી. એનાથી પોતાના સ્વભાવમાં extravagance, ઉડાઉપણું પ્રવેશે છે. એ ઠીક છે પાણીના પૈસા તો નથી પરંતુ its reaction on one’s character is immense – ચરિત્ર પર એની પ્રતિક્રિયા ખૂબ વધારે થાય છે, એટલે waste, અપવ્યય ન થાય અને કંજૂસાઇ પણ ન થાય એ રીતે વ્યવહાર કરવો. વાસણ માંજવા અને નહાવા ધોવામાં જેટલી જરૂર એટલું પાણી જ વાપરવું જોઈએ. પછી એવું ન થાય કે વાસણ માંજતા માંજતા જ નષ્ટ થઈ જાય, તૂટી પણ જાય (હાસ્ય) એ બરાબર નથી.

‘કોઈને ઘરે એક નોકર હતો, કામચોર. વાસણ સાફ નહોતો માંજતો, ખાલી પાણીથી ધોઇને મૂકી દેતો હતો. એક દિવસ માલિક ખૂબ ખિજાયા. એણે ગુસ્સામાં એવા વાસણ માંજ્યા કે થાળી તૂટી ગઈ. (બધાંનુ ઉચ્ચ હાસ્ય) થાળી કેવી રીતે તૂટી ? એમ પૂછ્યું તો નોકરે જવાબ આપ્યો, ‘મેં તો ખૂબ જોરથી માંજી હતી, તમે જ તો માંજવાનું કહ્યું હતું. તૂટી ગઈ તો હું શું કરું? (વળી બધાંનુ જોરથી હાસ્ય) એવું પણ ન થવું જોઈએ.

‘ઠાકુરની દૃષ્ટિ બધી તરફ રહેતી હતી. જે ભક્ત એમની પાસે જતાં એમને તેઓ બધા કામ પોતાના હાથે શીખવતા હતાં. તેઓ કહેતા કરતાં હતાં ને, ‘જે મીઠાંનો હિસાબ રાખી શકે છે તે સાકરનો હિસાબ પણ રાખી શકે છે.’ રોજબરોજના સાધારણ કામોમાં જે અકુશળ છે, સદા અસાવધાન છે, એની ધર્મજીવનમાં ઉન્નતિ કઠિન છે. આ મનથી જ તો એમને પામવાના છે. મનમાં ચાલાકી, ભૂલ-ભ્રાંતિ રહેવાથી એમની પ્રાપ્તિ થતી નથી. યોગેન, સ્વામી યોગાનંદજી એક ફૂટેલી કડાઈ લઈ આવ્યા હતા એટલે બહુ ખીજાયા હતાં. કહ્યું હતું, દુકાનદાર શું ધર્મપુત્ર યુધિષ્ઠિર છે, એ તો પોતાનો માલ ખપાવશે જ. તું જોઇને કેમ ન લાવ્યો, તારે તો આંખો છે.’

તરત જ બદલાવવા માટે મોકલી દીધા. એક જણ બહાર જઈને ગંગામાં શૌચ કરતો રહેતો. આ જોઇ એને મનાઈ કરી અને કહ્યું, ‘આ લોટોે છે, એને લઈ જાઓ અને હંસપુકુરના જળથી સાફ કરજો – ગંગાવારિ બ્રહ્મવારિ – એનાથી શૌચ ન કરવું.’

પંચવટીમાં એક જણ છત્રી ભૂલી ગયો. ઘરે આવ્યો ત્યારે ઠાકુરે તિરસ્કાર પૂર્ણ સ્વરે કહ્યું, ‘આના (ઠાકુરનાં) શરીર પર કપડાં પણ નથી ટકતાં તોય આવી ભૂલ કોઈ દિવસ થાય છે શું ? whole life, સમગ્ર જીવન ધર્મજીવન; બધાં જ કાર્યો ધર્માચરણ. થોડુંક ધર્માચરણ, પછી એનાથી વિપરીત આચરણ એનાથી કામ થતું નથી. આહાર, વિહાર, શયન, સ્વપ્ન, જપ, ધ્યાન, પૂજા પાઠ સર્વ અવસ્થાઓમાં મનનો એક જ ભાવ રહે, એક જ ઉદેશ્ય – ઈશ્વરલાભ.’

(૨)

આકાશ ગાઢ વાદળાઓથી આચ્છાદિત. બપોરના ચાર. વાદળા સાથે હવા પણ ખૂબ વેગપૂર્વક વહી રહી છે. શ્રી ‘મ’ પોતાની કુટીરની બહાર જાંબુ વૃૃક્ષ નીચે આવી ગયા. કોણ જાણે ક્યા ભાવથી એમનું મન ભરપૂર છે. મુખમંડળ ઉજ્જવળ. આંખોમાં એક અપૂર્વ આનંદ છલછલ કરી રહ્યો છે. દૃષ્ટિ આકાશમાં જડાયેલી. થોડીવાર પછી ભાવભર્યા કંઠે શ્રી ‘મ’ કહેવા લાગ્યા :-

‘આકાશમાં મેઘ જોઈને પ્રાચીન ઋષિઓની વાત સ્મરણ થાય છે. એમણે ષડ્ઋતુઓમાંથી પસાર થઈને જ એમને પામ્યા હતાં. ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત. આ બધી ઋતુઓનો ઉલ્લેખ એમની વાણીમાં પ્રગટ થયો છે. ‘કથામૃત’માં પણ ષડ્ઋતુઓનું વર્ણન છે. Between the lines – ધ્યાનપૂર્વક વાંચવાથી ખબર પડે છે કે કઈ વાત કઈ મોસમની છે. ઠાકુર કહ્યા કરતાં હતાં, ‘મારી પ્રથમાવસ્થાના સમયે એક સાધુ દક્ષિણેશ્વર આવ્યા હતા, એ આકાશમાં મેઘ જોતાં જ નૃત્ય કરવા લાગી જતા હતાં.’

‘તીર, સાગર, મેદાન આ બધા સ્થળોએ ભગવાનનું ઉદ્દીપન થાય છે. એટલે દાર્જિર્લીંગથી જ્યારે હું પાછો આવ્યો હતો તો ઠાકુરે માત્ર મને એક જ વાત પૂછી હતી, ‘હિમાલય જોઇને ઉદીપ્ાન થયું હતું શું ? બીજી એક પણ વાત નહીં. હું દૂરથી હિમાલય જોઇને રડી પડ્યો હતો, એ કહી દીધું. ત્યારે એનું કારણ હું જાણતો નહોતો ને, ‘स्थावराणाम् हिमालयः’ પછીથી જાણી શક્યો. ત્યારે તો અજાણતાં જ ઉદ્દીપન થયું હતું. ઠાકુર કહેતા, ‘અજાણતાં મરચુ ખાઇએ તો ય તીખું તો લાગે જ.’

‘આહા, આવા જ બધા સ્થાનો, વનો, મેદાનોમાં ઋષિઓ નિવાસ કરતાં હતાં, મિહિજામની જેમ.

અહીંયા નિર્જન વન વિસ્તાર, સરળ પ્રાણ ખેડૂતો, વન, આકાશમાં મેઘ, પ્રભાતી સૂર્યોદય, સંધ્યાકાલીન સૂર્યાસ્ત આ બધાંનું દર્શન થાય છે. અહીંયાનું બધું જ સુંદર, શાંત, સ્વાભાવિક, કૃત્રિમતા નહીં. શહેરની જેમ ચંચળતા

અહીંયા નથી. રાજનીતિ, સમાજનીતિ, શોરબકોર

અહીંયા નહીં. માત્ર છે પ્રકૃતિનો અસ્ખલિત સૌંદર્ય ભંડાર, પવિત્ર, શાંત, ઈશ્વરીય ભાવ ઉદ્દીપન અને રાતના અગણિત નક્ષત્રજડિત આકાશ અને સુદના ચંદ્રકિરણો. પ્રાચીન ઋષિ આ બધા જ ઐૈશ્વર્યોનો ઉપભોગ કરતાં હતાં.

‘જુઓ, આકાશમાં ઉઠેલા વાદળાએ એને કેવું સુંદર બનાવી દીધું છે. આ જુઓ, ઇન્દ્રધનુષ થયું. કેટલું સુંદર, કેટલું સુંદર ! પ્રકૃતિના આ સૌન્દર્ય ભંડારનો ઋષિગણ ઉપભોગ કર્યા કરતા. બધી વસ્તુઓમાં ભગવાનનું ઉદ્દીપન.

‘ભારતીય હિન્દુ life, જીવન તો છે,’ શ્રી ‘મ’ ભાવોન્મત થઈને બોલવા લાગ્યા, ‘એક continual worship, સતત પૂજા. Art, literature, architecture, science, philosophy, education, poetry, painting, song, commerce, agriculture, medicine – શિક્ષા અને શિલ્પ, ચિત્ર અને કાવ્ય, દર્શન અને વિજ્ઞાન, સંગીત અને સાહિત્ય, કૃષિ અને વાણિજ્ય, ચિકિત્સા અને સ્થાપત્ય બધું જ આ દેશમાં એના નિમિત્તે ઉદ્ભવિત થયું છે. આ દેશની બધી સુંદર કલા એનું જ ઉદ્દીપન કરે છે.

Best literature, સત્ સાહિત્ય પણ એને જ લઈને થયું છે. રામાયણ મહાભારતમાં પણ એમની જ લીલાગાથા છે. જેટલા સુંદર painting ચિત્ર છે બધાં જ ઈશ્વરીય લીલાઅંકન છે. ઉત્તમ સંગીત બધું એને જ લઈને રચિત છે. ભારતીય મંદિર જેમ કે મદુરાનું મિનાક્ષી મંદિર, કોણાર્ક, ભૂવનેશ્વર, પૂરી વગેરે બધાં સ્થાનોના મંદિર એમને જ સમર્પિત છે. દેલવાડા, અજંતા, ઇલોરા એ બધાં પણ એમના માટે જ છેે.

આ દેશનો ભાવ જ છે, ‘જે કાંઈ ઉત્તમ બધું ઈશ્વરમાં સમર્પણ.’ આ ભાવ – worship નું, ઉપાસનાનો ભાવ બીજા દેશોમાં હોવો બહુ કઠિન છે. ખાસ કરીને વર્તમાન સમયમાં પશ્ચિમમાં તો એનો બહુ જ અભાવ છે. એમણે તો માત્ર આહાર વિહારને જ સાર કર્યો છે. ત્યાં ભલા માણસો પણ છે પરંતું તેઓ એ દેશમાં સ્થાન નથી મેળવતા. એમનો જાતીયભાવ જ છે. (ક્રમશ 🙂

Total Views: 479

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.