नियमितमनसाऽमुं त्वं स्वमात्मानमात्मन्ययमहमिति साक्षाद्विद्धि बुद्धिप्रसादात्।
जनिमरणतरङ्गापारसंसारसिन्धुं प्रतर भव कृतार्थो ब्रह्मरूपेण संस्थः।।136।।

ચિત્ત ઠેકાણે રાખીને, બુદ્ધિ નિર્મળ બનાવીને, ‘હું’ એમ કહેનાર, પોતાના અંતરમાં
રહેલ એ આત્માને તું સાક્ષાત્ જાણી લે; પછી જન્મ-મરણરૂપ તરંગવાળા આ
અપાર સંસારસાગરને તરી જા અને બ્રહ્મસ્વરૂપ બની કૃતાર્થ થા.

अत्रानात्मन्यहमिति मतिर्बन्ध एषोऽस्य पुंसः प्राप्तोऽज्ञानाज्जननमरणक्लेशसम्पातहेतुः।
येनैवायं वपुरिदमसत्सत्यमित्यात्मबुद्ध्या पुष्यत्युक्षत्यवति विषयैस्तन्तुभिः कोशकृद्वत्।।137।।

માણસને દેહ વગેરે જડ વસ્તુઓમાં આ ‘હું’ છું એવી બુદ્ધિ થાય છે, એ જ જન્મ-મરણરૂપ દુ :ખ આવવાનું કારણ અને અજ્ઞાનથી ઊપજેલું બંધન છે; એના કારણે જ આ જીવ આ અસત્ શરીરને સત્ય માનીને એને જ આત્મા માને છે; અને જેમ રેશમનો કીડો કોશેટાને તારથી વધારતો જાય છે, તેમ વિષયોથી દેહને પોષે છે, સીંચે છે ને રક્ષે છે.

अतस्मिंस्तद्बुद्धिः प्रभवति विमूढस्य तमसा विवेकाभावाद्वै स्फुरति भुजगे रज्जुधिषणा।
ततोऽनर्थव्रातो निपतति समादातुरधिक स्ततो योऽसद्ग्राहः स हि भवति बन्धः शृणु सखे।।138।।

અજ્ઞાનને કારણે જ મૂઢ માણસને અવસ્તુમાં વસ્તુ-બુદ્ધિ થાય છે. જેમ અજ્ઞાનને કારણે જ દોરડામાં સાપની બુદ્ધિ થાય છે, એવી ( ભ્રમિત બુદ્ધિથી ) વસ્તુ ગ્રહણ કરનારને તે જ કારણે અનેક અનર્થાે પ્રાપ્ત થાય છે;
માટે હે મિત્ર સાંભળ; તેવી બુદ્ધિથી અસત્યને સત્ય માની લેવું એ જ બંધન છે.

Total Views: 278

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram