રામકૃષ્ણ મઠ – મિશનના ઉપાધ્યક્ષ, પૂજ્યપાદ સ્વામી શિવમયાનંદજી બ્રહ્મલીન થયા

ભારે દુઃખ સાથે જણાવવામાં આવે છે કે રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ, પૂજ્યપાદ સ્વામી શિવમયાનંદજી સેવાપ્રતિષ્ઠાન, કોલકાતા ખાતે કોવિડ ન્યુમોનિયાને લીધે ૧૧ જૂન, ૨૦૨૧ના રોજ રાત્રે ૯.૦૫ વાગ્યે ૮૬ વર્ષની વયે મહાસમાધિમાં લીન થયા છે.

પૂજનીય મહારાજને તા. ૨૨ મે ના રોજ ગંભીર કોવિડ ન્યુમોનિયાને કારણે સેવાપ્રતિષ્ઠાન હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ નિષ્ણાત ડોક્ટરોની સારવાર હેઠળ હતા. તેઓને તા. ૨૨મે થી નોન ઈન્વેસિવ વેન્ટિલેશન ઉપર અને ૧૦ જૂનથી મિકેનિકલ વેન્ટિલેશન પર રાખવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ તબીબી સારવાર કરવા છતાં ધીરે ધીરે તેઓની તબિયત વધુ બગડતી ગઈ અને તેઓ પુનઃ સ્વસ્થ ન થઈ શક્યા.

પૂજનીય મહારાજે ૨૦૧૬થી ભક્તોને મંત્રદીક્ષા આપવાનું શરૂ કરી પોતાની આધ્યાત્મિક સેવાઓનો આરંભ કર્યાે. આધ્યાત્મિક હોદ્દા પર રહી પૂજનીય મહારાજે દેશના વિવિધ ભાગોમાં અનેક ભક્તોને મંત્રદીક્ષા આપી આશીર્વાદ આપ્યા. ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી જગદીપ ધનકર તેમજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વગેરેએ પ્રસંગોચિત શોકસંદેશો પાઠવ્યો છે.

શ્રીમત્‌ સ્વામી શિવમયાનંદજી મહારાજે મે,૨૦૧૯માં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં કરેલા પાવનકારી રોકાણ દરમિયાન ઇચ્છુકોને આધ્‍યાત્મિક માર્ગદર્શન તેમજ મંત્રદીક્ષા પ્રદાન કર્યાં હતાં.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા કોવિડ -૧૯ રાહત કાર્ય

કોરોના વાયરસના ચાલી રહેલા રાહતકાર્યના ભાગરૂપે બીજા તબક્કામાં નીચે મુજબ વસ્તુઓનું વિતરણ કરાયુંઃ –

૧. અનાજનું વિતરણઃ કોવિડ-૧૯થી ઊભી થયેલી હાલની પરિસ્થિતિને કારણે ઘણાં ગરીબ પરિવારો આર્થિક સંકટને લીધે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેથી રાજકોટના ૧૯૧ , અમદાવાદના ૧૮૫, સોમનાથના ૮૧ અને જૂનાગઢના ૨૭ ગરીબ પરિવારોમાં સૂકા અનાજની રેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રત્યેક કીટમાં નીચેની વસ્તુઓનું વિતરણ થયું હતું. – ચોખા, દાળ, લોટ, ખાદ્ય તેલ, ખાંડ, ચા પાવડર, વિવિધ મસાલા, મીઠું વગેરે.

૨. મેડિકલ ઇક્વિપમેન્ટનું વિતરણઃ કોવિડ-૧૯ની ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓને અનામત રકમ લઈ વિના મૂલ્યે ૨૮ આૅક્સિજન કોન્સેન્ટ્રેટર્સ, ૧૯ પલ્સ આૅક્સિમીટર અપાયાં હતાં અને ૯૦ સ્ટીમ ઇન્હેલર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

૩. ખાદ્ય વાનગીઓઃ સુરત જિલ્લાના કિમ ગામની હોસ્પિટલમાં કોવિડ-૧૯ ના ૪૦ દર્દીઓને વિના મૂલ્યે ભોજન અને ફળફળાદિ વિતરિત કરાયાં હતાં. આમ કુલ ૨૪૯૦ ડિશોનું વિતરણ થયું હતું.

૪. પુસ્તકોનું વિતરણઃ કોરોના લડવૈયા અને દર્દીઓના મનોબળને ટકાવવા સ્વામી વિવેકાનંદ દ્વારા લખાયેલ પુસ્તક ‘શક્તિદાયી વિચાર’ની અત્યાર સુધી ૧૯૦૦૦ નકલોનું નિઃશુલ્ક વિતરણ કરાયું છે. કુલ એક લાખ પ્રતો છાપવામાં આવી છે.

૫. બિદડા અને માંડવી તાલુકામાં ૬૦૦ મેડિકલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

‘તાઉ-તે’ વાવાઝોડું રાહતકાર્ય

‘તાઉ-તે’ વાવાઝોડું રાહતકાર્યના ભાગરૂપે ૨૬મી મે ના રોજ રાજુલાના ગરીબ પરિવારોમાં ૧૮૭ રેશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ચોખા, દાળ, લોટ, ખાદ્યતેલ, ચા-મોરસ, મસાલા, મીઠું વગેરે અપાયાં હતાં.

Vivekananda Book World App નું ઉદ્‌ઘાટન

તા. 21 જૂન, 2021, આંતરરાષ્ટ્રિય યોગ દિવસના ઉપલક્ષ્યમાં શ્રીમત્‌ સ્વામી સુવીરાનંદજી મહારાજ, મહાસચિવ, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન, બેલુર મઠ દ્વારા Vivekananda Book World મોબાઈલ એપનું ઓનલાઈન ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

Total Views: 62
By Published On: July 1, 2021Categories: Samachar Darshan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram