વિષયાસક્તિ કઈ રીતે વશ કરી શકાય ?
એક વાર એક શિષ્યે વાસના પર વિજય કેવી રીતે મેળવવો એ વિશે ઠાકુરને પૂછ્યુંઃ ‘આખો દિવસ હું ધર્મચિંતન કરું છું છતાં, મારા મનમાં કુવિચારો ઊઠ્યા જ કરે છે.’ ઠાકુરે એને ઉત્તર આપ્યોઃ ‘એક માણસે કૂતરો પાળ્યો હતો. એ કૂતરાને પંપાળતો, તેડીને ફરતો, એની સાથે રમતો અને એને પપ્પી લેતો. એક શાણા માણસે આ જોઈ કૂતરા પર આવું વહાલ નહીં વરસાવવા એને ચેતવ્યો. કારણ કે કૂતરું અવિચારી પ્રાણી છે ને ક્યારેક કરડી બેસે. કૂતરાના શેઠે એ વાત માની, કાંખમાંથી કૂતરું અળગું કરી, એને કદી વહાલ ન કરવાનો અને ન પંપાળવાનો નિશ્ચય કર્યાે. પણ એ પશુ પોતાના માલિકમાં આવેલો આ ફેરફાર સમજી શક્યું નહીં. શેઠ પોતાને તેડે ને પંપાળે એ માટે એ શેઠ પાસે વારંવાર જવા લાગ્યું. પણ વારંવાર માર ખાઈ આખરે એણે શેઠનો કેડો મૂક્યો. તારી દશા બરાબર એના જેવી છે. જે શ્વાનને અત્યાર લગી તેં તારી છાતીએ લગાડ્યું છે એ તને તરત છોડવાનું નથી, ભલે તું એનાથી છૂટવા માગતો હો. પણ એમાં કશું નુકસાન નથી. કૂતરાને વધારે પંપાળવું નહીં પણ, પંપાળાવા માટે પાસે આવે ત્યારે, એને સારી પેઠે ધમારવું. એમ કરતાં, થોડા દહાડામાં તું એની પીડાથી મુક્ત થઈ જશે.’
‘કામિની-કાંચને’ આખા જગતને પાપમાં ડુબાડ્યું છે. નારીને જગદમ્બાના અવતારરૂપે જુઓ તો તમે એની પકડમાંથી બચી જાઓ. ‘કામિની-કાંચન’ માટેની વાસના શાંત ન થાય ત્યાં સુધી, ઈશ્વરદર્શન થાય નહીં.
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી પૃ.૧૭-૧૮
Your Content Goes Here