अपराध-शतं साधु सहेतैकोपकारत:।
शतं चोपकृतीर्नीचो नाशयेदेकदृष्कृतात्‌ ॥१८॥

સજ્જન લોકો પોતાના પ્રત્યે કરાયેલા ઉપકારને કારણે પણ સેંકડો અપરાધોને સહન કરે છે, પરંતુ દુર્જન વ્યક્તિ સેંકડો ઉપકાર કરવાવાળાથી એકાદ ભૂલ થઈ જાય તો તેનો સર્વનાશ કરી નાખે છે.

अन्य क्षेत्रे कृतं पापं पुण्यक्षेत्रे विनश्यति ।
पुण्यक्षेत्रे कृतं पापं वज्रलेपो भविष्यति ॥१९॥

વિભિન્ન સ્થળોએ કરાયેલું પાપ તીર્થક્ષેત્રોમાં નષ્ટ થઈ જાય છે, પરંતુ તીર્થક્ષેત્રોમાં કરાયેલું પાપ વજ્રલેપ સમાન બની જાય છે.

अनारम्भो हि कार्यस्य प्रथमं बुद्धि-लक्षणम्‌ ।
आरब्धस्यान्तगमनं द्वितीयं बुद्धि-लक्षणम्‌ ॥२०॥

કોઈપણ કાર્યનો સમજ્યા-વિચાર્યા વિના પ્રારંભ કરવો નહીં એ બુદ્ધિનું લક્ષણ છે અને જો કોઈ કાર્ય શરૂ જ કરી દીધું છે તો તેને પૂર્ણ કરવું એ બુદ્ધિનું બીજું લક્ષણ છે

अकृतेषु एव कार्येषु मृत्युर्वै सम्प्रकर्षति ।
युवैव धर्मशील: स्यात्‌ अनिमित्तं हि जीवनम्‌ ॥२१॥

જીવનનો કોઈ ભરોસો નથી, કાર્યની વચ્ચેથી પણ મૃત્યુ ખેંચી લઈ જઈ શકે છે, તેથી યુવાવસ્થામાં જ ધર્મ- સાધનામાં લાગી જવું જોઈએ.

Total Views: 519

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.