અમે લોકો જ સૌ પ્રથમ વિદેશી મહિલાઓ હતાં, જેને શ્રીરામકૃષ્ણનાં સહધર્મિણી શ્રીશારદાદેવીનાં દર્શન કરવાની અનુમતિ મળી હતી. તેમણે ‘મારી દીકરીઓ’ કહીને અમારો સ્વીકાર કર્યાે અને કહ્યું કે ઈશ્વરની ઇચ્છાથી જ તેમની સાથે અમારી મુલાકાત થઈ છે. અમને તેમણે અપરિચિતોની જેમ બિલકુલ પણ ન જોયાં. અમે લોકોએ તેમને પૂછ્યું કે ગુરુ પ્રત્યે આજ્ઞાંકિત હોવાનું તાત્પર્ય શું છે. તો તેમણે કે જેમના પતિ જ ગુરુ હતા, કહ્યું, ‘કોઈને ગુરુ માની લીધા પછી આધ્યાત્મિક જીવન વિષયક બધી જ વાતે તેમનું સાંભળવું કે માનવું પડશે. પણ લૌકિક વિષયોમાં પોતાની સદ્બુદ્ધિ દ્વારા તે કાર્યો સંપન્ન કરવાં પડશે. એ કાર્યોમાં ક્યારેક ક્યારેક ગુરુની સંમતિ ન હોવા છતાં પણ ગુરુની શ્રેષ્ઠ સેવા કરવી પડશે.’

બાળપણમાં જ તેઓ પતિ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. જ્યારે તેમણે આનંદપૂર્વક પોતાના પતિને સંન્યાસી થવાની સ્વીકૃતિ આપી ત્યારે તેમને પોતાના પતિનું ઘનિષ્ઠ સાન્નિધ્ય અને તેમનાં શિષ્યા તરીકેનું સ્થાન ઉપલબ્ધ થયું. પતિદેવ દિવસે દિવસે બધા પ્રકારનું શિક્ષણ આપીને તેમનું ઘડતર કરવા લાગ્યા. બીજી તરફ, પતિના સાન્નિધ્યમાં વિતેલાં વર્ષાે દરમિયાન તેઓ તેમનાં સલાહકાર હતાં. તેઓ નિરંતર પ્રાર્થના કરતાં કે મારી કામનાઓને શુદ્ધ કરો, જેથી હું સદાય તમારા યોગ્ય રહી શકું. તેમણે નિર્ધનતા અને બ્રહ્મચર્યનાં વ્રત લીધાં છે. ગર્ભધારિણી માના સાધારણ આનંદને ત્યાગીને તેઓ કોટિ કોટિ સંતાનોનાં આધ્યાત્મિક જનેતા બની ગયાં છે.

Total Views: 285

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.