कृपां कुरु महादेवि सुतेषु प्रणतेषु च।
चरणाश्रयदानेन कृपामयि नमोऽस्तु ते।।
હે મહાદેવી! ચરણોમાં પ્રણામ કરતા પુત્રોને આશ્રય આપીને કૃપા કરો.
હે કૃપામયી! તમને પ્રણામ હો!
लज्जापटावृते नित्यं सारदे ज्ञानदायिके।
पापेभ्यो न: सदा रक्ष कृपामयि नमोऽस्तु ते।।
હે જ્ઞાનદાત્રી શારદાદેવી! તમે નિત્ય લજ્જારૂપી વસ્ત્રથી ઢંકાયેલાં છો. અમારું પાપથી રક્ષણ કરો.
હે કૃપામયી! તમને પ્રણામ હો!
रामकृष्णगतप्राणां तन्नामश्रवणप्रियाम् ।
तद्भावरञ्जिताकारां प्रणमामि मुहुर्मुहु:।।
શ્રીરામકૃષ્ણનું નામ જેમને અતિપ્રિય છે અને તેઓના ભાવમાં જ જેઓ ભાવિત થઈ ગયાં છે; તેવાં હે રામકૃષ્ણ-ગતપ્રાણા!
તમને વારંવાર પ્રણામ કરું છું.
पवित्रं चरितं यस्या: पवित्रं जीवनं तथा।
पवित्रतास्वरूपिण्यै तस्यै कुर्मो नमो नम: ।।
જેમનું ચરિત્ર પાવનકારી છે, જેમનું જીવન પવિત્ર છે, જેઓ પવિત્રતા-સ્વરૂપિણી છે તેવાં તમને અમે વારંવાર પ્રણામ કરીએ છીએ.
Your Content Goes Here