एताभ्यामेव शक्तिभ्यां बन्धः पुंसः समागतः ।
याभ्यां विमोहितो देहं मत्वात्मानं भ्रमत्ययम् ॥ १४६ ॥

આ અને શક્તિથી જ જીવને બંધન આવ્યું છે અને એ બેથી જ મોહિત થઈ દેહને આત્મા માની સંસારમાં તે જન્મ્યા કરે છે.

बीजं संसृतिभूमिजस्य तु तमो देहात्मधीरङ्कुरो
रागः पल्लवमम्बु कर्म तु वपुः स्कन्धोऽसवः शाखिकाः ।
अग्राणीन्द्रियसंहतिश्च विषयाः पुष्पाणि दुःखं फलं
नानाकर्मसमुद्भवं बहुविधं भोक्तात्र जीवः खगः ॥१४७॥

‘અજ્ઞાન’ સંસારરૂપી વૃક્ષનું બીજ છે, ‘દેહને આત્મા માનવો’ એ તેનો ફણગો છે, ‘મોહ’ એ તે વૃક્ષનાં પાંદડાં છે, ‘કર્મ’ એ (વૃક્ષને પોષણ આપનારું) પાણી છે. ‘શરીર’ એનું થડ છે, ‘પ્રાણો’ એ એની ડાળીઓ છે, ‘ઇંદ્રિયોનો સમુદાય’ એ તેની અણિઓ છે, ‘વિષયો’ એ એનાં ફૂલ છે, ‘અનેક કર્મોથી ઊપજતાં દુઃખ’ એ એનાં અનેક જાતનાં ફળ છે, અને એ ફળને એ ઝાડ ઉપર રહેલું જીવરૂપી પક્ષી ખાય છે.

Total Views: 549

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.