શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

સ્વામી વિવેકાનંદ જયંતી:

25 જાન્યુઆરી, 2022ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શ્રીરામકૃષ્ણ આશ્રમના શ્રીમંદિરમાં વિશેષપૂજા, હોમ, પ્રસાદ વિતરણ, સંધ્યા આરતી પૂર્વે શિવનામ સંકીર્તન અને સંધ્યા આરતી બાદ વિશેષ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી સ્પર્ધા:

શ્રીરામકૃષ્ણ આશ્રમ,રાજકોટ દ્વારા 54 વર્ષથી સ્વામી વિવેકાનંદ જન્મજયંતી સ્પર્ધાનું પ્રતિ વર્ષ આયોજન કરવામાં આવે છે. કોરોના મહામારીને કારણે સ્પર્ધાના 55મા વર્ષે પણ ઓનલાઇન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ વર્ષે ફકત રાજકોટની શાળાના વિધાર્થીઓ માટે મુખપાઠ સ્પર્ધા ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી ભાષામાં યોજવામાં આવી હતી, જેમાં રાજકોટની 43 શાળાના 939 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાનું પરિણામ તૈયાર કરવા માટે તા.12 થી 15 ફેબ્રુઆરી, 2022 સુધી 36 નિર્ણાયક અને 9 સ્વયંસેવક ભાઈ- બહેનોએ સેવા આપી હતી. આ વર્ષની સ્પર્ધાનું પરિણામ 1 માર્ચ-2022 ના રોજ સ્પર્ધાની વેબસાઈટ પર મૂકવામાં આવશે. તેમજ પ્રત્યેક વિદ્યાર્થીઓને ઇ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર પ્રત્યેક વિદ્યાર્થીઓને તથા સ્પર્ધામાં ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તેમજ ભેટ તા.15 માર્ચ,2022 થી આપવાનું ચાલુ કરવામાં આવશે.

કોરોના-રાહતકાર્ય:

31 જાન્યુ. અને 1 ફેબ્રુ.ના રોજ રાજકોટના લક્ષ્મીનગર, સમરસ હોસ્ટેલ, મુંજકા, સરિતાવિહાર અને યુનિવર્સિટી વિસ્તારના ઝૂંપડપટ્ટીમાં વસતા પરિવારોમાં 200 રાશનકીટનું વિતરણ થયું હતું.

સરસ્વતીપૂજા:

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં દર વર્ષની જેમ વસંત પંચમીના દિવસે 5મી ફેબ્રુઆરી, 2022ના રોજ સવારથી બપોર સુધી સરસ્વતી પૂજાનું આયોજન થયું હતું. સવારે મંગળા આરતી પછી ધ્યાન, ભજન, વૈદિક મંત્રોચ્ચાર, દેવી સરસ્વતીની પ્રતિમાપૂજા, વિશેષ હવન અને પુષ્પાંજલિનો કાર્યક્રમ શ્રીમંદિરમાં યોજાયો હતો. 6મી ફેબ્રુઆરી, 2022ના રોજ વિસર્જન પૂજા તેમજ વિધિના આયોજન બાદ સાંજે સંધ્યા આરતી પછી શાંતિજળના કાર્યક્રમનું આયોજન થયું હતું.

રામકૃષ્ણ મિશન, પોરબંદર

આશ્રમ પરિસરમાં શુક્રવાર 11.02.2022 ના રોજ નિ:શુલ્ક નેત્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 100 દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી હતી અને ઓછી આવક ધરાવતા 43 દર્દીઓનાં મોતિયાનાં ઓપરેશન વિનામૂલ્યે પોરબંદર ખાતે ડો. કે. એ. ગરેજાની ઓજસ આંખની હોસ્પિટલમાં કરવામાં આવ્યાં હતાં.

રામકૃષ્ણ મઠ, અમદાવાદ

અમદાવાદ જિલ્લાના ગરીબ પરિવારોમાં 40 રાશનકીટનું વિતરણ થયું હતું.

Total Views: 567

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.