सर्वे वेदा यत्पदमामनन्ति तपांसि सर्वाणि च यद्वदन्ति ।
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण ब्रवीम्योमित्येतत्॥

सर्वे वेदाः બધા વેદો (ખાસ કરીને ઉપનિષદો); यत्‌ જે; पदम ઉદ્દેશને; आमनन्ति વખાણે છે; सर्वाणि સર્વે; तपांसि તપશ્ચર્યાઓ પણ (લોકો વડે આચરતાં તપો પણ); यत्‌ જેને; वदन्ति લક્ષ્ય તરીકે કહે છે; यत्‌ इच्छन्त: જેને (પ્રાપ્ત કરવા) ઇચ્છનારાઓ; ब्रह्मचर्यम्‌ चरन्ति આત્મસંયમની સાધના કરે છે (ખાસ કરીને બ્રહ્મચર્યનું પાલન કરે છે); ते तत्‌ पदम्‌ તને તે લક્ષ્ય; संग्रहेण ટૂંકમાં; ब्रवीमि હું સમજાવીશ; ओम्‌ इति एतत्‌ એ (લક્ષ્ય) ‘ઓમ’ છે.
(યમરાજ નચિકેતાને કહે છે) જે લક્ષ્યને ઉપનિષદો પરમોચ્ચ લક્ષ્ય તરીકે વખાણે છે અને જેને કેવળ તપશ્ચર્યા જ ઉદ્ઘાટિત કરી શકે છે અને જે બ્રહ્મચર્યનું પાલન કરવા માટે સજ્જ થયેલા લોકો વડે જ મેળવી શકાય તેવું છે, તે લક્ષ્યને ટૂંકમાં હું તને સમજાવીશ. એ તત્ત્વ તે ‘ઓમ’ છે.

(કઠ ઉપનિષદ, પ્રથમ અધ્યાય, બીજી વલ્લી, ૧૫મો શ્લોક)

Total Views: 457

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.