એક જ દે ચિનગારી મહાનલ,

એક જ દે ચિનગારી

ચકમક લોઢું ઘસતાં ઘસતાં,

ખરચી જીંદગી સારી

જામગરીમાં તણખો ન પડ્યો,

ન ફળી મહેનત મારી…

ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો,

સળગી આભ અટારી

ના સળગી એક સગડી મારી,

વાત વિપતની ભારી…

ઠંડીમાં મુજ કાયા થથરે,

ખૂટી ધીરજ મારી

વિશ્વાનલ હું અધિક ન માગું,

માગું એક ચિનગારી…

Total Views: 174

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.