પછીતનો અષાઢી વાડો
ગોર્યમાના કૂંડાની જેમ ઊગી ગયો છે!
કોણ જાણે કેટકેટલાં બીજ મારા વાડાની ભોંયમાં ભંડારાઈ પડ્યાં છે!
તે ઊગી નીકળે છે અષાઢે અષાઢે
આ બધી તૃણપત્તીઓમાં આવવી કોણ ઘૂસી ગયું છે!
આમલીનો ચૂચકો કે વાલનો દાણો?
દાણાનાં બે ફાડચાં થઈ છેક ઉપર આવી ગયાં છે
તાડ ઉપર ચઢેલા બે ભીલ જેવાં
છોડની બેય બાજુમાં સમતુલા સાચવતાં!
તો હવે ભોંયભીતર શું બાકી રહ્યું હશે?
બીજ તો ઉપર આવી ગયું છે, પછી?
શેને આધારે આ બધો ખેલ ચાલતો હશે હવે?
કોણ છે આ જાદુગર?
Your Content Goes Here