જો બાળક ખણખોદિયા વાતાવરણમાં જીવતું હશે,
તો એ નિંદાખોરી શીખે છે.
જો બાળક વેરના વાતાવરણમાં જીવતું હોય,
તો એ ઝઘડતા શીખે છે.
જો બાળક ઉપહાસના ઓળાઓમાં ઉછરતું હોય તો,
તો એ છોભીલાપણું શીખે છે.
જો બાળક ધિક્કારો – ફિટકારો વચ્ચે જીવતું હોય
તો એ પોતાને ગુનેગાર સમજવાનું શીખે છે.
જો બાળક સહિષ્ણુતા સાથે જીવતું હોય
તો એ શાંત – સ્વસ્થ થવાનું શીખે છે.
જો બાળક પ્રોત્સાહક પર્યાવરણમાં જીવતું હોય,
તો એ આત્મવિશ્વાસ શીખે છે.
જો બાળક પ્રશંસા પામતાં પામતાં જીવતું હોય,
તો એ પરગુણ ગ્રહણ કરતાં શીખે છે.
જો બાળક નિર્વ્યાજ ચારુતાના વાતાવરણમાં જીવતું હોય
તો એ ન્યાયપરાયણતા શીખે છે.
જો બાળક સુરક્ષિતતા વચ્ચે જીવતું હોય,
તો એ શ્રદ્ધા રાખતાં શીખે છે.
જો બાળક અનુમોદન પામતું પામતું જીવતું હોય,
તો એ ખુદ પર પ્રેમ રાખતાં શીખે છે.
જો બાળક સ્વીકૃતિ અને મૈત્રી વચ્ચે જીવતું હોય,
તો એ વિશ્વમાંથી પ્રેમ ખોળવાનું શીખે છે.

If a child lives with criticism,
He learns to condemn.
If a child lives with hostility,
He learns to fight.
If a child lives with ridicule,
He learns to be shy.
If a child lives with shame,
He learns to feel guilty.
If a child lives with tolerance,
He learns to be patient.
If a child lives with encouragement,
He learns confidence.
If a child lives with praise,
He learns to appreciate.
If a child lives with fairness,
He learns justice.
If a child lives with security,
He learns to have faith.
If a child lives with approval,
He learns to like himself.
If a child lives with acceptance and friendship.
He learns to find love in the world.

Total Views: 174

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.