(રામકૃષ્ણ મઠ અને મિશનની શૈક્ષણિક સંસ્થાઓમાં જે વિધિ પ્રમાણે વિદ્યાર્થીઓ દ્વારા હોમ કરવામાં આવે છે. તે અહીં આપવામાં આવેલ છે. જેથી અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પણ આ ભ્રાતૃવરણની ઉમદા પરંપરા અપનાવી શકે.)

યથાવિધિ અગ્નિસંસ્થાપનાદિકૃત્યમ્ સમાપ્ય વિદ્યાર્થીનઃ હોમમ્ આરંભેન્। તતો વિદ્યાર્થિનઃ સંકલ્પવાક્યં પઠેયુઃ

વિદ્યાર્થીઓ જ્યારે વિધિપૂર્વક અગ્નિની સ્થાપના વગેરે કરી હોમની શરૂઆત કરે ત્યારે નીચે પ્રમાણે સંકલ્પનું વાકય વાંચે.

શ્રી ભગવત્પ્રીતિકામોઽહં વિદ્યાબુદ્ધિશૌચવીર્યકામશ્ચ વિદ્યાર્થી વ્રતમનુષ્ઠાતુમ્ યથાસાધ્યમ્ યતિષ્યે. તદર્થમદ્ય પુરોઽવસ્થિતે પરમાત્મદેવતાનામાગ્નૌ “નમઃ પરમાત્માને સ્વાહા” ઈતિ મંત્રેણ સંકલ્પાન્ ઉચ્ચાર્ય હોમમહં કરિષ્યે।

અમો ભગવાનની પ્રીતિ, તેમ જ વિદ્યા, બુદ્ધિ, પવિત્રતા, અને શક્તિની કામના ધરાવીએ છીએ માટે વિદ્યાર્થી – વ્રતોનું અનુષ્ઠાન કરી આ સાધનો મેળવવા પ્રયત્ન કરીશું. તે માટે અહીં સ્થાપેલ અગ્નિમાં દેવોને “નમઃ પરમાત્માને સ્વાહા” એ મંત્રનો ઉચ્ચાર કરી, હોમનો આરંભ કરીશું.

ૐ યજજાગ્રતો દૂરમુદૈતિ દૈવં

તદુ સુપ્તસ્ય તથૈવૈતિ

દૂરંગમમ્ જ્યોતિષાં જ્યોતિરેકં

તન્મે મનઃ શિવસંકલ્પમસ્તુ।।

જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં મન દૂર જનાર અને તેજસ્વીઓમાં એક તેજોમય એવું મારું મન સારા સંકલ્પવાળું થાય.

તતો બદ્ધાંજલયઃ સંતઃ પ્રપદમંત્રં પઠેયુઃ।

પછી બન્ને હાથ જોડી પ્રપદમંત્રનો પાઠ કરવો.

તપશ્ચ તેજશ્ચ, શ્રદ્ધાચ, હ્રીશ્ચ, સત્યંચાક્રોધશ્ચ, ત્યાગશ્ચ, ધૃતિશ્ચ, ધર્મશ્ચ, સત્યંચ, વાક્ચ મનશ્ચાત્મા ચ, બ્રહ્મ ચ તાનિ પ્રપદ્યેતાનિ મા ભવન્તુ, ભૂર્ભુવઃ સ્વરોમ્ મહાન્તમાત્માનં પ્રપદ્યે

તપ, તેજ, શ્રદ્ધા, લજજા, સત્ય, અક્રોધ, ત્યાગ, ધૈર્ય, ધર્મ, સત્યવાણી, આત્મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાન આ બધું અમોને પ્રાપ્ત થાય. ભૂલોક, ભુવલોક અને સ્વર્ગલોકમાં એ મહાન આત્મતત્ત્વ અમોને પ્રાપ્ત થાય.

તતોઃ એકૈકશઃ સંકલ્પપંચકમ્ પઠિત્વા આહુતિં દદ્યુઃ

આ પછી દરેકે, વ્યક્તિગત નીચેના પાંચ સંકલ્પો વાંચી અગ્નિમાં આહુતિ આપવી.

(૧) શરી૨માદ્યમ્ ખલુ ધર્મસાધનમ્,- ઇતિ નીતિવાક્યમવધાર્ય, શ્રમક્ષમનીરોગશરીરાય, સ્વાસ્થ્યવિધિપાલનપરો, ભવિતુમહં યથાસાધ્યમ્ યતિષ્યે।

(૧) ‘શરીર જ ધર્મનું સાધન છે’ એ નીતિવાક્ય પર ધ્યાન કરી શરીરનું સ્વાસ્થ્ય જાળવી અને તેને રોગ વગરનું અને શ્રમ કરવાને લાયક રાખવા માટે યથાશક્તિ પ્રયત્ન કરીશ.

ઓજોઽસ્યોજો મયિ ધેહિ, બલમસિ બલમ્ મયિ ધેહિ

પુષ્ટિરસિ પુષ્ટિમ્ મયિ ધેહિ ઊર્જોસ્યૂર્જમ્ મયિ ધેહિ।।

હે (પરમાત્મા) તમો તેજ સ્વરૂપ છો માટે મને તેજસ્વી બનાવો, તમો બળસ્વરૂપ છો માટે મને બળવાન બનાવો, તમો સાક્ષાત્ પોષણ છો માટે મને પોષણ આપો, તમો શક્તિ છો માટે મને શક્તિ આપો.

પેશયો મે લોહસમા ભવન્તુ। સ્નાયવો મે અયાંસીવ ભવન્તુહૃદયં મે વજ્રસારમ્ ભવતુઅસીમતેજોરૂપાય, શૌર્યવીર્ય નિલયાય અનંતશક્તિમૂર્તયે નમઃ પરમાત્મને સ્વાહા

મારા શરીરનું માંસ લોહ સમાન થાય. મારા સ્નાયુઓ પોલાદ સમાન થાય. મારું હૃદય વજ્રસમાન થાય. હે પરમાત્મા, તમો અસીમ તેજોમય છો. તમો શૂરતા અને વીરતાના પ્રતીક છો. તમો અનંતશક્તિશાળી છો. તમોને આહુતિ આપું છું.

(૨) ‘છાત્રાનામધ્યયનમ્ તપઃ’ ઇતિ સ્મૃતિવાક્યમ્ અવધાર્ય, પ્રતિભાવિકાશાર્થમ્, આચારનિરતોઽધ્યયનપરો, ભવિતુમહં યથાસાધ્યમ્ યતિષ્યે

(૨) ‘વિદ્યાભ્યાસ કરવો એ જ વિદ્યાર્થીઓનું તપ છે’ એ સ્મૃતિ વાક્ય પર મનન કરી મારી બુદ્ધિની પ્રતિભા વધે અને મારા આચાર સારા થાય તે માટે યથાશક્તિ પ્રયત્ન કરીશ.

મેધામ્ મે ઈન્દ્રો દધાતું, મેધામ્ દેવી સરસ્વતી

મેધામ્ મે અશ્વિનાવુભાવાધત્તામ્ પુષ્કરસ્રજો।।

હે ઈન્દ્ર, મને બુદ્ધિમાન બનાવો,

હે દેવી સરસ્વતી, મને બુદ્ધિશાળી બનાવો,

હે સૂર્યના બે પુત્રો, અશ્વિનીકુમારો, મને બુદ્ધિની શક્તિ આપો.

નિઃશેષતમોઘ્નાય, નિખિલવિદ્યામૂર્તયે, સર્વસિદ્ધિપ્રદાત્રે નમઃ ૫રમાત્મને સ્વાહા।

અવિદ્યાના અંધકારનો નાશ કરનાર, સર્વવિદ્યાની મૂર્તિસ્વરૂપ અને બધી રીતે સફળતા આપનાર હે પરમાત્મા, તમોને આહુતિ આપું છું.

(૩) સત્યમેવ જયતે નાનૃતમ્, સત્યેન પન્થા વિતતો દેવયાનઃ

ઈતિ શ્રુતિવાક્યમવધાર્ય, કાયેન મનસા વાચા સત્યપરાયણો

ભવિતુમહં યથાસાધ્યં યતિધ્યે

(૩) “સત્યનો જ હંમેશાં જય થાય, સત્યનો રસ્તો એ જ દેવોનો માર્ગ છે” આ પ્રમાણેનું વેદવાક્ય મનમાં વિચારી, શરીરની ક્રિયાથી, મનથી અને વાણીથી સત્યનું સેવન કરવા માટે યથાશક્તિ પ્રયત્ન કરીશ.

અસતો મા સદ્ગમય। તમસો મા જ્યોતિર્ગમય। મૃર્ત્યોમાઽમૃતમ્ ગમય।।

સત્યાત્મકાય, સત્યધર્માશ્રયાય, નિખિલાનૃતમર્દિને, નમઃ પરમાત્મને સ્વાહા

હે દેવ! મને અસત્યમાંથી સત્યમાં લઈ જા.

અંધકારમાંથી તેજમાં લઈ જા.

મૃત્યુમાંથી અમૃતમાં લઈજા.

સત્ય સ્વરૂપ, સત્ય ધર્મનો આશ્રય અને બધાં જ અસત્યનો નાશ કરનાર, હે પરમાત્મા, તમોને આહુતિ આપું છું.

(૪) સ્વાર્થો યસ્ય પરાર્થ એવ, સ પુમાનેક: સતામગ્રણીઃ, ઈતિ મનીષિવાક્યમવધાર્ય, નીચતા, ક્રૂરતા, દાંભિક્તાદિ, મલિનસ્વાર્થ, સંતતીર્વિહાય, ઉદારચેતા, વિનયી શ્રદ્ધાવાન્, દેશભક્તો, નરનારાયણસેવાનિષ્ઠો, ભવિતુમહં યથાસાધ્યમ્ યતિષ્યો

(૪) ‘જે વ્યક્તિ પરોપકારને જ પોતાનો સ્વાર્થ માને છે તે વ્યકિત ખરેખર ઉચ્ચ છે’ આ પ્રમાણેનું મહાપુરુષોનું વાક્ય વિચારીને, નીચપણું, ક્રૂરતા, દંભ અને મેલા સ્વાર્થને છોડી, ઉદાર, વિનયી, શ્રદ્ધાવાન, દેશભક્ત અને નરરૂપી નારાયણની સેવા કરનાર બનવા માટે હું યથાવિધિ પ્રયત્ન કરીશ.

શ્રૂયતામ્ ધર્મસર્વસ્વં શ્રુત્વા ચાપ્યવધાર્યતામ્

આત્મનઃ પ્રતિકૂલાનિ, પરેષામ્ ન સમાચરેત્॥

પોતાને પ્રતિકૂળ હોય તેવું કાર્ય કોઈ પ્રત્યે ન કરવું. એ જ આપણો ધર્મ છે તે સાંભળો અને જીવનમાં અનુકરણ કરવાનો નિશ્ચય કરો.

માતૃદેવો ભવપિતૃદેવો ભવઆચાર્યદેવો ભવ। અતિથિદેવો ભવ।

યાન્યનવદ્યાનિ કર્માણિતાનિ સેવિતવ્યાનિ। નો ઈતરાણિ

માતા દેવ છે, પિતા દેવ છે, આંગણે આવેલ મહેમાન (અતિથિ) દેવ છે. જે કર્મો સારાં છે તે જ કરો, ખરાબ આચરણથી દૂર રહો.

ચિત્તકલુષહરાય, કરુણાઘનમૂર્તયે, પ્રેમમાધુર્યદાયિને, નમઃ ૫રમાત્મને સ્વાહા

મારા મનના પાપનું હરણ કરનાર, દયાની મૂર્તિ, પ્રેમ આપનાર હે પરમાત્મા, તમોને આહુતિ આપું છું.

(૫) સુપરિચાલિતા સંહતિશક્તિરેવ, સમાજકલ્યાણનિદાનંઅતઃ ઐક્યપ્રતિષ્ઠામૂલકમ્, સંહતિશક્તિજાગરણાત્મકં, સંગચ્છધ્વમ્, સંવદધ્વમ્, સં વો મનાંસિ જાનતાં, – ઇતિ શ્રુત્યાદેશમવધાર્ય સદુપાય૫૨:, સન્નહમ્, એતદ્ વિદ્યાપ્રતિષ્ઠાનગોષ્ઠીભુક્તૈ:, સર્વૈરૈક્યબધ્ધો, ભવિતુમહં યથાસાધ્યમ્ યતિષ્યે

(૫) સુવ્યવસ્થિત આચરણ અને સંપ કરવાની શક્તિ એ જ સુખી સમાજના પાયા છે.

‘માટે સુવ્યવસ્થિત રહો અને સંપ કરવાની તથા ઐક્ય જાળવવાની શક્તિનો ઉદય થાય તેવું આચરણ કરો’ આ વેદ-વચન પર મનન કરી આ વિદ્યાલયમાં બધા વચ્ચે સંપ અને એકતાનું સ્થાપન કરવા માટે હું યથાશક્તિ પ્રયત્ન કરીશ.

વિશ્વરૂપાત્મકાય, અખંડૈકતત્ત્વાય, સર્વલોકાશ્રયાય, નમઃ ૫રમાત્મને સ્વાહા

વિશ્વરૂપ, હંમેશાં એકતા ધરાવનાર અને બધાનો આશ્રય એવા પરમાત્માને આહુતિ આપું છું.

તતઃ એભિઃ મંત્રૈર્જુહુયુઃ

આ મંત્રો વડે આહુતિ આપો.

સંકલ્પેષુ એષુ, પરમાત્મદેવતા, મે સહાયો ભવતુ સ્વાહાસ મે શુભાય ભવતુ સ્વાહાભવતુ શુભાય, ભવતુ શિવાય, ભવતુ ક્ષમાય, પરમાત્મદેવતા સ્વાહા।

ઉપર કરેલા સંકલ્પો પાર પાડવા માટે પરમાત્મા મને સહાયરૂપ બનો. હે પરમાત્મા મારું, શુભ કરો, મંગળ કરો, મારી રક્ષા કરો.

ૐ વિશ્વાનિ દેવ, સવિતર્દુરિતાનિ પરાસુવ યદ્ ભદ્રં તન્ન આસુવ સ્વાહા।

ૐ હે વિશ્વ દેવ, અશુભનો નાશ કરો. જે શુભ છે તે જ કરો.

ૐ પરમાત્મને નમઃ, ૐ ઈતઃ પૂર્વમ્ પ્રાણબુદ્ધિદેહધર્માધિકારતો, જાગ્રત સ્વપ્ન – સુષુપ્તાવસ્થાસુ, મનસા, વાચા, કર્મણા, હસ્તાભ્યામ્, પદ્ભ્યામુદરેણ શિશ્ના, યત્ કૃતં, યદુકતં યત્ સ્મૃતં, તત્ સર્વમ્, બ્રહ્માર્પણમ્ ભવતુ સ્વાહામામ્ મદીયંચ સકલં, પરમાત્મને સમર્પયે। ૐ બ્રહ્માર્પણમ્ ભવતુ સ્વાહા। ૐ તત્ સત્

હે પરમાત્મા! તમોને વંદન કરું છું.

આ પહેલાં પ્રાણ, બુદ્ધિ અને શરીરધારી મેં, જાગતાં, સ્વપ્નમાં અને નિદ્રામાં, મનથી, વાણીથી, કર્મથી, હાથથી, પગથી, પેટથી, ઈન્દ્રિયોથી જે કર્મો કર્યા, જે શબ્દો બોલ્યા, જે વિચારો કર્યા એ સર્વ હું બ્રહ્મને અર્પણ કરું છું.

મારું અને મારા કુટુંબજનોનું જે છે તે તમોને અર્પણ કરું છું.

બધું જ બ્રહ્મને અર્પણ થાઓ.

ૐ તત્ સત્

પૂર્ણાહુતિમન્ત્રઃ

ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્પૂર્ણમુદચ્યતે

પૂર્ણસ્ય પૂર્ણમાદાય, પૂર્ણમેવાવશિષ્યતે

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ।।

પૂર્ણાહુતિ મંત્ર

ૐ = સત્ ચિત્ આનંદ રૂપ.

એ (પરબ્રહ્મ) સર્વ રીતે પૂર્ણ છે.

આ (જગત) સર્વ રીતે પૂર્ણ છે.

એ પૂર્ણમાંથી આ પૂર્ણનો ઉદ્‌ભવ થયો છે એ પૂર્ણમાંથી આ પૂર્ણને કાઢતાં પાછળ પૂર્ણ (પરબ્રહ્મ) જ રહે છે,

ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

(ત્રણ તાપોની શાંતિ થાય.)

Total Views: 200

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.