‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવૃલ્લીમાં કહ્યું છે – आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ – એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે, સ્વામી વિવેકાનંદજી કહેતા, ‘ધર્મ તો જગતની સૌથી વધુ આનંદપૂર્ણ વસ્તુ હોવી જોઇએ, કારણ કે તે સર્વોત્તમ છે.’ એટલા માટે અમે આ નવો સ્તંભ પ્રારંભ કરી રહ્યા છીએ, આશા છે વાચકોને આ નવો સ્તંભ ગમશે. – સં.

‘મગર મને ખાઈ ન શક્યો!’

સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા ત્યારે ત્યાં ભારતીય સંસ્કૃતિ-ધર્મ વિશે ઘણી ગેરસમજ પ્રવર્તતી હતી. અમેરિકન પ્રજાના મનમાં પેસી ગયેલી ભાતભાતની વિચિત્ર ભ્રામક ધારણાઓને દૂર કરવા માટે સ્વામીજીને એકલે હાથે વીરતાપૂર્વક લડવું પડ્યું હતું.

ડૅટ્રોઇટમાં એક ખ્રિસ્તી ચર્ચમાં વ્યાખ્યાન આપતી વખતે સ્વામીજીને એક સન્નારીએ પ્રશ્ન પૂછ્યો, ‘અમે સાંભળ્યું છે કે હિન્દુ માતાઓ પોતાનાં નવજાત શિશુઓને નદીમાં પધરાવી દે છે જેથી મગર તેઓને ખાઈ જાય. આ વાત શું સાચી છે?’ હાજરજવાબી સ્વામીજીએ વિનોદપૂર્વક કહ્યું, ‘હા, મૅડમ, આ વાત સાવ સાચી છે. મને પણ મારી માએ નદીમાં નાખી દીધો હતો. પણ હું એટલો જાડો હતો કે મગર મને ખાઈ ન શક્યો!’

Total Views: 26
By Published On: April 26, 2022Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram