રામ મેં કર્યા ગુરુ મન માની.
શ્રવણ પડ્યું શુભ નામ કે સુંદર
આવી યાદ પુરાની,
રામ મેં કર્યા ગુરુ મન માની.
કામિની કાંચન ત્યાગ કરીને
જીવ, જાવ નિરવાની,
કથનામૃતની પ્રથમ અંજલિ
પીતાં ગઇ ગુમાની.
રામ મેં કર્યા ગુરુ મન માની.
સગુણ નિર્ગુણી ભેદ મિટાવ્યો
ખોલી સબરસ-ખાની,
ઈશ્વર માયા, માયા ઈશ્વર,
કૂંચી સકલ દ્વિધાની.
રામ મેં કર્યા ગુરુ મન માની.
અનંત હે અદ્ભુત અપાર!
હે પરમહંસ મહાજ્ઞાની!
રામકૃષ્ણ! હરિભજન કાજ
મને આપો શુદ્ધ મતિ બાની.
રામ મેં કર્યા ગુરુ મન માની.
– સરોદ
Total Views: 29
Your Content Goes Here