ચીનના મહાન તત્ત્વચિંતક સંત કૉન્ફયુશિયસ પાસે એક જિજ્ઞાસુ પરદેશના પ્રવાસે જતાં પહેલાં તેમના આશીર્વાદ લેવા આવ્યા ત્યારે કેવી રીતે વર્તવું તેનું તેમણે માર્ગદર્શન માગ્યું. સંતે કહ્યું કે ‘બત્રીસ દાંત વચ્ચે જીભ રહે છે તેવી રીતે તમે રહેશો તો આનંદ થશે. દાંત સમા કઠિન થવા કરતાં જીભ સમા કોમળ થવું સારું છે. આ રીતે વર્તન કરવાથી તમને માન અને આદર મળશે.’ દરેકે જાણવા જેવી આ વાત છે.
܀܀܀
સિકન્દર તેના બાળપણમાં ઘણોજ ચબરાક હતો. તેણે એક લોકગાયક પાસેથી યુરીસીસનાં પરાક્રમોનું વર્ણન કરતું એક પુસ્તક મેળવ્યું. તેને રોજ રાતે સૂતી વખતે ઓશિકે મૂકીને સુઈ જતો અને સવારે વાંચતો. તે રાતે સ્વપ્નામાં અને દિવસે કલ્પનામાં પરાક્રમોનું ધ્યાન ધરતો. આથી મોટો થતાં તે મહાન પરાક્રમી તથા વિજેતા થયો. વિચાર અવશ્ય આકાર પકડે છે.
܀܀܀
સને ૧૯૩૯ની સાલમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોર બિમારીમાં પટકાયા હતા. તેમને આરામ ને દવા લેવા ગાંધીજીએ કહ્યું. પણ આરામ જ ન લ્યે અને સર્જન કર્યા કરે! ગાંધીજીએ વિનંતી કરી કે ‘જમ્યા પછી આપશ્રી એક કલાક શાંત એકાન્તમાં બેસી આરામ કરશો? આ હું ભિક્ષા માંગું છું.’ ત્યારે ગુરુ રવીન્દ્રનાથ ઠાકુરે ‘હા’ કહી. એક વખત ગુરુદેવ એકાન્તમાં બેઠા હતા ત્યારે આચાર્ય ક્ષિતિમોહન સેન આવ્યા અને શાંત બેઠેલા જોઈને પ્રશ્ન કર્યો, ‘કવિવર શું કરો છો?’ ગુરુદેવ ઠાકુર કહે, ‘ગાંધીજીને ભિક્ષા આપું છું.’
Your Content Goes Here