‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે – आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ – એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે, સ્વામી વિવેકાનંદજી કહેતા, ‘ધર્મ તો જગતની સૌથી વધુ આનંદપૂર્ણ વસ્તુ હોવી જોઈએ, કારણ કે તે સર્વોત્તમ છે.’ એટલા માટે અમે આ નવો સ્તંભ પ્રારંભ કરી રહ્યા છીએ, આશા છે વાચકોને આ નવો સ્તંભ ગમશે. – સં.

સ્વામી વિવેકાનંદજીની વિનોદપ્રિયતા

લંડનમાં પ્રવચન આપતી વખતે એક વાર સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, ‘પ્રાર્થના કરવા કરતાં હસવું શ્રેષ્ઠતર છે.’ પ્રસન્નતાને ધર્મનું પ્રથમ લક્ષણ તેઓ માનતા. તેઓ પોતે પણ વિનોદપ્રિય હતા. પોતે પણ હસતા ને બીજાઓને પણ હસાવતા. પણ આમ કરતી વખતે કોઈને ઊતારી ન પાડતા, ક્યારેક પોતાનું જ ઉદાહરણ આપી હસાવતા. તેમની રમુજનું એક માધ્યમ હતું, તેમનો સ્થૂળ દેહ, અમેરિકામાં તેઓ વેદાંત પ્રચાર કરી રહ્યા હતા, ત્યારની વાત છે. એક વાર કોઈકે તેમની કસોટી કરવાના ઉદ્દેશથી પૂછી નાખ્યું – ‘શું આપે ઈશ્વરનાં દર્શન કર્યા છે?’ સ્વામીજી પ્રશ્નકર્તાનો મર્મ સમજી ગયા. તરત તેમણે ઉત્તરમાં કહ્યું, ‘શું મને જોઈને – મારા જેવા જાડા માણસને જોઈને – આપને એમ લાગે છે કે મેં દર્શન કર્યા હશે?’

અન્ય એક વાર અમેરિકામાં એક વ્યક્તિએ સંન્યસ્ત જીવનની વિરુદ્ધમાં તર્ક કરતાં સ્વામી વિવેકાનંદજીને પૂછ્યું – ‘સંન્યસ્ત જીવનથી શો લાભ થાય?’ હાજર જવાબી સ્વામીજીએ પોતાના પેટની સામે આંગળી ચીંધીને કહ્યું, ‘સંન્યસ્ત જીવનનો સૌથી પહેલો લાભ તો એ છે કે ફાંદ મોટી, મોટી, મોટી જ થતી જાય છે.’ એવી ઢબથી તેમણે આમ કહ્યું કે બઘાં જ ખડખડાટ હસી પડ્યાં.

એક વાર સ્વામીજી પોતાના પ્રવચનમાં ભારતમાં ગરીબીનું વર્ણન કરી રહ્યા હતા. શ્રોતાઓનો પ્રતિભાવ જોઇ તેઓ સમજી ગયા કે તેમના સ્થૂળ દેહને જોઈને તેમને સંદેહ થાય છે કે ભારતમાં ખરેખર દુષ્કાળની પરિસ્થિતિ પ્રવર્તે છે કે કેમ? તેમણે પોતાના પેટને બતાવીને કહ્યું, ‘આ તો મારું દુષ્કાળ ઈન્સ્યુરન્સ ફંડ છે.’ હાજર રહેલ સૌ ખડખડાટ હસી પડ્યાં.

Total Views: 68
By Published On: April 26, 2022Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram