દીપોત્સવી અંકમાં પ્રગટ થયેલ સુરેશ દલાલની કૃતિ ‘ભગવાન મળે તે ભાગ્યવાન’, યશવન્ત શુકલ લિખિત ‘આધુનિક ભારતના વિશિષ્ટ સર્જક : સ્વામી વિવેકાનંદ’, સ્વામી જિતાત્માનંદની ‘નવી સભ્યતાના સ્વપ્ન શિશુઓ’, મકરંદ દવેની ‘સૌંદર્યનું ગાણું’ અને ડૉ. દીપક ચોપરાની કૃતિ સફળતાના સાત આધ્યાત્મિક નિયમો ખૂબ જ સુંદર રીતે વણી લેવામાં આવ્યા છે.

સુંદર ગેટઅપ સાથેના આ દીપોત્સવી અંકમાં શ્રીરામકૃષ્ણ આશ્રમની દેશ-વિદેશમાં આધ્યાત્મિક ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ કરતી શાખાઓ વિશે ફોટોઓ સાથે ખૂબ જ સરસ છણાવટ કરી છે.

રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે ભારત અને વિશ્વને રામકૃષ્ણ મિશનનાં એકસો વર્ષના પ્રદાન વિશે એટલું જ કહી શકાય કે આ પ્રદાન ‘નમ્ર ઝાકળના બિન્દુ’ જેવું છે. રામકૃષ્ણ મિશનનું ધ્યેય છે સમસ્ત વિશ્વનું કલ્યાણ – વિશ્વના બધા લોકોનાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક દુઃખો દૂર કરવા. મિશનનો દીપોત્સવી અંક આ બાબત વિશેષ છણાવટ કરે છે.

– ‘ભૂમિ’ દૈનિક, જામનગર (તા.-૧૨-૯૭)

દીપોત્સવી અંક પ્રેરણાદાયી બન્યો છે. ડૉ. કે.આર. નારાયણન્‌નો લેખ ‘વિશ્વમાં શ્રીરામકૃષ્ણ મિશનનું સ્થાન’ વિમલા ઠકાર લિખિત ‘વિશ્વને શ્રીરામકૃષ્ણ મિશનનું પ્રદાન’, મનુભાઇ પંચોળીની કલમે ‘સ્વામી વિવેકાનંદની ગાંધી યુગને દેણગી’ વગેરે અન્ય અનેક લેખો દ્વારા મિશનની પ્રવૃત્તિઓ વિષે, શ્રીરામકૃષ્ણ પરમહંસ વિષે, સ્વામી વિવેકાનંદ વિષે માહિતી પૂરી પાડે છે.

આ સિવાય શ્રીરામકૃષ્ણ મિશન તથા શ્રીરામકૃષ્ણ આશ્રમ – રાજકોટ દ્વારા થતી સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓનો ચિતાર આપવામાં આવ્યો છે.

– સાંજ સમાચાર – સાંધ્ય દૈનિક, રાજકોટ (તા. ૨૮-૧૧-૯૭)

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના દરેક અંક અમને નિયમિત મળે છે. તેમાંના રામકૃષ્ણની અદા –પરમાત્મ – પ્રેમની મસ્તી તો મા શારદાદેવીની અમી ઝરતી આંખો આપણો આત્મા ઢંઢોળી જાય છે. છબી નીચેનો બ્રહ્મ બોલ હૃદયમાં કંડારાઇને નવી દિશા આપતો જાય છે. યોગીન માના જીવન પ્રસંગ જેવું ચરિત્ર તાદૃશ્ય કરી દે છે. વાંચતાં તૃપ્તિ મળે છે.

– નીલા જે. ગોહેલ, તારાપુર

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો ઑક્ટો. – નવે. ‘૯૭નો અંક માણ્યો. અંક લાઇબ્રેરીમાં સાચવવાને યોગ્ય રહ્યો. શ્રી ઠાકુર, સ્વામી વિવેકાનંદજીનાં સાહિત્યનો રસ માણવા મળે છે.

– શાસ્ત્રી સ્વામી રામસ્વરુપાચાર્ય, જગદ્‌ગુરુ શ્રી રામાનંદાચાર્ય પીઠ, શ્રી વિશ્રામ દ્વારકા, તા. પોરબંદર

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના અંકમાં ડૉ. કે. આર. નારાયણન્ (રાષ્ટ્ર પ્રમુખ), પૂ. વ. સ્વામી વિવેકાનંદ – સ્થાપિત મિશનની પ્રવૃતિઓ પ્રત્યે કેટલો – કેવો ઉંડો આદર ભાવ ધરાવે છે તેની પ્રતીતિ તેમના શ્રી રામકૃષ્ણ મિશનની સ્થાપના શતાબ્દી ઉત્સવ સમારોહના શુભ પ્રસંગે કરેલા મનનીય ભાષણથી થઇ શકે છે.

– ગોપાલ કણસાગરા, મેંગલોર

‘દીવાળી અંક’ સર્વાંગ સુંદર બન્યો છે. ટાઇટલ પેઇજ એટલું સુંદર છે જે જોઇને ઘણાને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના ગ્રાહક બનવાની પ્રેરણા મળી છે. સર્વે સંતોના તથા અન્ય લેખકોના લેખો મનનીય અને માહિતી પ્રદાન તથા ભક્તિ અને શક્તિ વધારનાર છે. સંપાદકીય લેખ પણ ખૂબ જ પ્રેરણાદાયી છે. શ્રી અરવિંદ જેવા મહાયોગીના પ્રેરણાદાતા શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદ છે તે જાણી અત્યંત આનંદ થયો. આ સાથે આપે શ્રીરામકૃષ્ણ મિશન અને મઠની શૈક્ષણિક તથા સેવાકીય પ્રવૃત્તિની માહિતી તથા બધાં જ કેન્દ્રોનાં સરનામાં આપ્યાં છે એ ખૂબ જ ઉત્તમ કાર્ય થયું છે. શ્રીરામકૃષ્ણ મિશનની પરદેશમાં કેટલી ખ્યાતિ છે તે સચિત્ર માહિતી પણ ઉમદા છે. આ અંકનાં વખાણ કરવા માટે શબ્દો શોધવા પડે તેમ છે.

– નટુભાઇ ડી. પટેલ, વલ્લભવિદ્યાનગર તા. આણંદ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (માસિક) વાંચતો રહું છું. તેમાં તેનું રંગીન વિવિધ તસવીરોવાળું, મુખપૃષ્ઠ, દરેક અંકે નવું નવું આપો છો તે આવકાર્ય છે. પ્રથમ પાને દિવ્યવાણીમાં જુદા જુદા શ્લોકનું ભાષાંતર આપો છો તેવી જ રીતે સ્વામી વિવેકાનંદનો સુવિચાર ‘ઉત્તિષ્ઠતવાળો’ દરેક અંકમાં અલગ છપાય તો વધુ પ્રેરક રહેશે. ‘વિવેકવાણી’માં સ્વામી વિવેકાનંદનો બોધ પ્રેરક, ચિંતનીય-મનનીય હોય છે. દરેક અંકે સંપાદકીય લેખ શ્રમપ્રધાન અને સંશોધનાત્મક હોય છે. દરેક અંકમાં એક આયુર્વેદિક લેખ છાપશો તો વાંચકો જરૂર આવકારશે.

– દેવજીભાઇ ચુડાસમા, રાજકોટ.

Total Views: 140

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.