यथोर्णनाभिः सृजते गृह्णते च यथा पृथिव्यामोषधयः संभवन्ति।
यथा सतः पुरुषात् केशलोमानि तथाऽक्षरात् संभवतीह विश्वम्॥
यथा, જેવી રીતે; ऊर्णनाभि:, કરોળિયો; सृजते, ઉત્પન્ન કરે છે, પોતાની અંદરથી (જાળને) બહાર કાઢે છે; गृह्णते च, તેમજ એ જાળને પોતાની અંદર સમાવી પણ લે છે; यथा, અને જેવી રીતે; पृथिव्याम्, પૃથ્વીમાં; ओषधय:, વનસ્પતિઓ, ઝાડપાન; संभवन्ति, ઊગે છે; यथा, જેવી રીતે; सतः पुरुषात्, જીવતા માનવપ્રાણીના શરીરમાંથી; केशलोमानि, વાળ (ઊગે છે); तथा, એવી જ રીતે; इह, અહીં; अक्षरात् , અક્ષરમાંથી-બ્રહ્મમાંથી; विश्वम्, આ વિશ્વ; संभवति, ઉત્પન્ન થાય છે.
કરોળિયો પોતાનું જાળું પોતાના શરીરમાંથી જ બહાર કાઢે છે અને વળી પાછું એ પોતાના શરીરની અંદર જ ખેંચી લે છે. એ જ પ્રમાણે વનસ્પતિ, ઝાડપાન પણ પૃથ્વીમાં ઊગે છે અને જીવતા પુરુષના વાળ પણ એના શરીરની અંદરથી જ ઊગી નીકળે છે. આવા જ પ્રકારે આ જગત અક્ષરમાંથી-બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે – અવિનાશી બ્રહ્મમાંથી ઉદ્ભવે છે.
(મુંડક ઉપનિષદ, પ્રથમ મુંડક, પ્રથમ ખંડ, 7મો શ્લોક)
Your Content Goes Here