માનવજીવન-પથ-દર્શક સત્ય ધર્મની અનુભૂતિ કરાવવા શ્રી શ્રી રામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદામણિ દેવી અને સ્વામી વિવેકાનંદજી આ પવિત્ર ભૂમિમાં પ્રકાશિત થઈ, સર્વ ધર્મ સમાનરૂપ સત્ય ધર્મની અનુભૂતિ કરી, જે ધર્મજ્યોત પ્રગટાવી ગયાં તેનો પ્રકાશ તે “શ્રીરામકૃષ્ણ જ્યોત.”

સાંપ્રદાયિક કેડી અને સંકુચિત કૂવામાંથી બહાર આવી શ્રી શ્રીરામકૃષ્ણદેવે બતાવેલ ધોરી માર્ગ દ્વારા મહાસાગર જેવા સત્ય ધર્મની અનુભૂતિ કરી. ઈશ્વર પ્રાપ્તિ કરવી એ જ માનવ જીવનનો ઉદ્દેશ ગણાય. આ ઉદ્દેશની અનુભૂતિ શ્રી શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદામણિદેવી, સ્વામી વિવેકાનંદજી અને તેઓશ્રીના સહાધ્યાયી સંન્યાસી બંધુઓએ પોતાના જીવનમાં આચરેલ ધર્મ દ્વારા કરી શકાય. આ ધર્મના આદેશનું પ્રતિબિંબ તે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’.

બી.એન. કંટારિયા. રાજકોટ

જત આપના તરફથી ગુજરાતી ભાષામાં ‘રામકૃષ્ણ જ્યોત’ નિયમિત પ્રકાશિત થાય છે અને તેનું નિત્ય નિયમિત વાંચન કરતા અદ્ભુત આનંદ સાથે જ્ઞાન અને આત્મ શક્તિનો વધારો થાય છે. ખરેખર, ગુજરાતી ભાષામાં આવું એક અલભ્ય મેગેઝીન પ્રકાશિત થવા બદલ ઘણો આભાર.

વિશેષમાં, આ મેગેઝીનને સર્વે ઉંમરના લોકોની વાંચન સામગ્રી બનાવવા નાના બાળકો માટે તેમ જ મોટાને પણ ગમે તે માટે ‘ચિત્રવાર્તા’ દ્વારા જ્ઞાન સાથે ગમ્મત મળી રહે આવી ચિત્રવાર્તાઓ શ્રી વિવેકાનંદજી તથા પરમ પૂજ્ય શ્રીરામકૃષ્ણદેવ વગેરેના જીવન ઉપરથી પ્રકાશિત કરો. તથા બાળવાર્તાઓને તેમાં સ્થાન આપો તેવું એક નમ્ર સૂચન છે.

હિતેશકુમાર હિમતલાલ દોશી, જેતપુર.

Total Views: 162

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.