अन्यच्छ्रेयोऽन्यदुतैव प्रेय स्ते उभे नानार्थे पुरुषं सिनीतः।
तयोः श्रेय आददानस्य साधु भवति हीयतेऽर्थाद्य उ प्रेयो वृणीते॥

श्रेय:, કલ્યાણ-શુભ; अन्यत्‌, અલગ; उत, અને, प्रेय, વહાલા લાગતા ભોગો; अन्यत्‌ एव, નિઃશંક રીતે અલગ જ છે; ते उभे, તે બંને; नाना अर्थे, જુદા જુદા માર્ગે (જુદી જુદી રીતે); पुरुषम्‌, મનુષ્યને; सिनीत:, બાંધે છે तयो:, તે બેમાંથી; श्रेय:, કલ્યાણ-શુભને; आददानस्य, પસંદ કરનારાની; साधु भवति, ઉન્નતિ—ઊર્ધ્વગતિ થાય છે; य:, (અને) જે; प्रेय: उ, કેવળ પ્રિય લાગતા ભોગોને; वृणीते, પસંદ કરે છે; अर्थात्‌, (તે) પોતાના ઉદ્દેશથી हीयते, નીચે પડે છે—ક્ષીણ થાય છે.
કલ્યાણ – (શુભ) અને પ્રિય લાગતા ભોગો—એ બંને જુદી જ વસ્તુઓ છે, તેઓ અલગ અલગ હેતુઓ સાધનારી હોય છે, તે બંને બંધનકારક તો છે જ. જો કે એ બંનેની બંધકતા એકસરખી રીતની નથી. જે શુભ કે કલ્યાણને પસંદ કરે છે, તે પોતાનું કલ્યાણ જ કરે છે, પરંતુ જે વહાલા લાગતા ભોગવિલાસોને પસંદ કરે છે, તે જીવનના હેતુથી—ઉદ્દેશથી નીચો પડી જાય છે.

(કઠ ઉપનિષદ, પ્રથમ અધ્યાય, બીજી વલ્લી, 1લો શ્લોક)

Total Views: 302

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.