(ગઝલ)

ક્યાં કશું ય સ્થૂલ નથી, સ્થગિત નથી,
તું ગણે છે એવું એ ગણિત નથી,
જુદાઈ હોય તો ને હોય પ્રાર્થના!
પ્રાર્થનાએ ઓછી જરા પ્રીત નથી?
બોલી શકે જો વ્હાલથી તો સાદ પાડી જો,
શબ્દ કિયો આરજુના છંદ નથી, ગીત નથી?
વિશ્વવ્યાપી કેટલું બધું જો, દર્દ છે,
અવગણી કોને કહી શકીશ કે ‘તું મીત નથી?’
એક વાર તું તને જ હારી જો ભલા!
પ્રેમમાં તો હારી જવું એય જીત નથી?
ગતિ રહે, રતિ રહે, તો રાહ કોઈ પણ
ત્યાં ન જાય એવો કોઈ રાહ નથી, રીત નથી

– ઉશનસ્

Total Views: 190

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.