अङ्गुष्ठमात्रः पुरुषो मध्य आत्मानि तिष्ठति ।
ईशानो भूतभव्यस्य न ततो विजुगुप्सते । एतद्वै तत् ॥

અંગૂઠા જેવડા પરિમાણવાળો પુરુષ (પરમાત્મા) શરીરના મધ્યભાગ – (અંગૂઠા જેવડા પરિમાણવાળા) હૃદયાકાશમાં રહેલો છે. ભૂત (વર્તમાન) અને ભવિષ્યનું તે શાસન કરનારો કોઈની ઘૃણા પણ કરતો નથી. આત્મજ્ઞાન થઈ ગયા પછી તે પોતાના શરીરની રક્ષા કરવાનું પણ ઈચ્છતો નથી; નિશ્ચય આ જ તે બ્રહ્મતત્ત્વ છે.

अङ्गुष्ठमात्रः पुरुषो ज्योतिरिवाधूमकः ।
ईशानो भूतभव्यस्य स एवाद्य स उ श्वः एतद्वै तत् ॥

તે અંગૂઠા જેવડા પરિમાણવાળો પુરુષ ધૂમરહિત જ્યોતિની સમાન છે. આ ભૂત (વર્તમાન) અને ભવિષ્યનો શાસક છે, તે પરમાત્મા જ આજે છે અને તે કાલે અર્થાત્ ભવિષ્યમાં પણ રહેશે; એટલે કે તે સનાતન છે; આ જ તે (બ્રહ્મતત્ત્વ) છે.

(કઠોપનિષદ :૨/૧/૧૨-૧૩)

Total Views: 152

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.