यथोदकं दुर्गे वृष्टं पर्वतेषु विधावति ।
एवं धर्मान्पृथक्पश्यंस्तानेवानुविधावति ॥

જેવી રીતે ઊંચા શિખર પર વસેલું જળ પહાડનાં અનેક સ્થળોમાં ચારે બાજુ વહી જાય છે, તેવી જ રીતે ભિન્નભિન્ન આત્માઓને જોઈને તેમનું સેવન કરનારો મનુષ્ય જુદા જુદા સ્વભાવોથી યુક્ત દેવ, અસુર, મનુષ્ય, વગેરેને પરમાત્માથી ભિન્ન માનીને તેમની જ પાછળ દોડતો રહીને તેમના શુભ-અશુભ લોકોમાં ને અનેક ઊંચ-નીચ યોનિઓમાં ભટકતો રહે છે; અર્થાત્ જીવ તે ભિન્ન આત્મત્વને જ પ્રાપ્ત થાય છે.

यथोदकं शुद्धे शुद्धमासिक्तं तादृमेव भवति ।
एवं मुनेर्विजानत आत्मा भवति गौतम ॥

જેવી રીતે નિર્મળ જળમાં (મેઘો વડે) બધી બાજુએથી વરસાવવામાં આવેલું નિર્મળ જળ તેવું જ થઈ જાય છે, તેવી જ રીતે ગૌતમ વંશમાં ઉત્પન્ન થયેલ હે નચિકેતા! કેવળ પરબ્રહ્મ પુરુષોત્તમ જ સર્વ કાંઈ છે, આ પ્રમાણે જાણનારા મુનિનો અર્થાત્ સંસારથી વિરક્ત થયેલા મહાપુરુષોનો આત્મા બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે.

(કઠોપનિષદ : ૨/૧/૧૪-૧૫)

Total Views: 162

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.