(वसन्ततिलका)

कृष्ण त्वदीयपदपंकजपम्जान्त-
रद्यैव मे विशतु मानसराजहंसः ।
प्राणप्रयाण समये कफवातपित्तैः
कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते?

(વસંતતિલકા)

આજે જ કૃષ્ણ! પદ – પંકજ – પિંજરામાં,
તારા પુરાય મમ માનસ-રાજહંસ;
પ્રાણ – પ્રયાણ – સમયે કફવાતપિત્તે,
કંઠવરોધન થતાં સ્મરું હું તને ક્યાં?

(रथोद्धता)

चिन्तयामि हरिमेव सन्ततं
मन्दमन्दहसिताननाम्बुजम् ।
नन्दगोपतनयं परात्परं
नारदादिमुनिवृन्दवन्दितम् ॥

(રથોદ્ધતા)

ચિંતવું સતત માત્ર કૃષ્ણનું –
મંદ મંદ હસતું મુખાંબુજ,
નંદગોપ-સુત સર્વશ્રેષ્ઠનું
નારદાદિ – મુનિવૃંદ – વન્દિત.

(मालिनी)

करचरणसरोजे कान्तिमन्नेत्रमीने
श्रममुषि भुजवीचिव्याकुले गाधमार्गे ।
हरिसरसि विगाह्या पीय तेजोजलौधं
भवमरुपरिखिन्नः खेदमद्यं त्यजामि ॥

(માલિની)

કર-ચરણ -સરોજો રમ્ય છે નેત્ર રૂડાં,
શ્રમહર અતિ ઊંડું, વીચિ રૂપે ભુજાઓ.
હરિસરવર માંહી સ્નાન ને પાન પામી
ભવ-મરુ-ભ્રમણાનો ખેદ આજે તજું છું.

(पुष्पिताग्रा)

सरसिजनयने सशंखचक्रे
मुरभिदि मा विरमस्व चित्त रन्तुम् ॥
सुखतरमपरं न जातु जाने
हरिचरणस्मरणामृतेन तुल्यम् ॥

(પુષ્પિતાગ્રા)

કમલ – નયન ને સશંખ ચક્ર
મુર – અરિમાં રમવું ન ચિત્ત! છોડ;
સુખદ અવર કૈં ન હું પિછાણું,
હરિ-ચરણ-સ્મૃતિની સુધા સમાન.

સમશ્લોકી અનુવાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 127

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.