આપણા મિલન-મેળા!
મૃત્યુલોકની શોકભરી સૌ
વામશે વિદાય-વેળા.

નિત નવા નવા વેષ ધરીને
નિત નવે નવે દેશ;
આપણે આવશું, ઓળખી લેશું.
આંખના એ સંદેશ:
પૂરવની સૌ પ્રીતતણા જ્યાં
ભીના ભેદ ભરેલા!
મરણનેયે મારતા આવશે
આપણા મિલન-મેળા.

અનંત કેરે આંગણ ભાઈ!
આપણી અનંત લીલા;
પ્રેમનાં ઝરણ તોડતાં વાધે
કાળની કઠણ શિલા :
આગળ, આગળ, આગળ આપણા
પાય પ્રવાસી ભેળા!
મરણનેયે મારતા આવશે
આપણા મિલન-મેળા.

જીવન કેરી સાંજ થશે ને
આપણે જશું પોઢી;
સૂરજ સાથે સાથે જાગશું પાછા
નવીન અંચળો ઓઢી:
સપનાં જેવી તરતી જાશે
જૂઠી જુદાઈ-વેળા!
મૃત્યુલોકમાં એક છે અમર
આપણા મિલન-મેળા.

– મકરંદ દવે

Total Views: 154

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.