(બંગાળી ભજન)

નિબિડ આધારે મા તોર ચમકે ઓ રૂપરાશિ,

તાઈ જોગી ધ્યાન ધરે હવે ગિરિગુહાબારસી…

અનંત આધાર કોલે, મહાનિર્બાન હિલ્લોલે,

ચિરશાંતિ પરિમલ અબિરલ જાય ભાસિ…

મહાકાલ રૂપ ધરી, આંધાર બસન પરિ,

સમાધિ મંદિરે મા કે તૂમિ ગો એકા બસિ…

અભય-પદ- કમલે પ્રેમેર બીજલી જલલે,

ચિન્મય મુખમંડલે શોભે અટ્ટે અટ્ટે હાસિ…

(ગુજરાતી અનુવાદ)

ગંભીર અંધારે મા તવ, ચમકે અરૂપરાશિ,

એથી યોગી ધ્યાન ધરે, થઈ ગિરિગુહાવાસી…

અનંત અંધાર ખોળે, મહાનિર્વાણ હિલ્લોળે,

ચિરશાંતિ પરિમલ, અવિરલ જાય વહી…

મહાકાલ રૂપ ધરી, અંધકાર-વસ્ત્ર પહેરી,

સમાધિ-મંદિરે ઓ મા, બેઠી કોણ તું એકલી…

અભય પદકમલે, પ્રેમની વિજળી જલે,

ચિન્મય મુખમંડળે, શોભે અટ્ટઅટ્ટ હાસિ.

(શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ-૩ (૧૯૮૩) પૃ.સં. ૨૪ર)

(બંગાળી ભજન)

સદાનંદમયી કાલી, મહાકાલેર મનમોહિની,

તુમિ આપની નાચો આપની ગાવો, આપની દાઓ મા કરતાલી…

આદિભૂતા સનાતની, શૂન્યરૂપા શશીભાલી,

બ્રહ્માંડ છિલોના જખોન, મુંડમાલા કોથાય પેલી…

સબે માત્ર તુમિ જન્ત્રી, આમરા તોમાર તન્ત્રે ચોલિ,

જેમોન કરાઓ તેમની કરી મા, જેમોન બોલાઓ તેમની બોલી…

અશાંત કમલાકાન્ત દિએ બોલે મા ગાલાગાલી,

સર્બનાશી ધરે અસિ, ધર્માધર્મ દુટો ખેલિ…

(ગુજરાતી અનુવાદ)

સદાનંદમયી કાલી, મહાકાલની મનમોહિની,

પોતે નાચો, પોતે ગાઓ, પોતે દો મા, કરતાલી.

આદિરૂપ, સનાતની, શૂન્યરૂપ, શશીભાલી,

બ્રહ્માંડ હતું નહિ જ્યારે, મુંડમાળા આ ક્યાંથી મળી?

સર્વની છે તું જ યંત્રી, તંત્રે તારા અમે ચાલી,

જેમ રાખો મા તેમ રહી, જેમ બોલાવો તેમ બોલી…

અશાંત કમલાકાન્ત, બોલે દઈ ગાળાગાળી,

હવે સર્વનાશી ધરી અસિ, ધર્માધર્મ બેય ખાધાં.

(શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ-૩ (૧૯૮૩) પૃ.સં. ૨૪૨)

Total Views: 132

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.