શ્રીરામ હનુમાનને કહે છે, ‘તમે સમસ્ત પ્રાણીઓમાં જે જીવને જુઓ છો એ જ જીવાત્મા પરમાત્માનું પ્રતિબિંબ છે. શું તમે સરોવર કે સરિતામાં આકાશનું જ પ્રતિબિંબ જોતા નથી?

૫૨માત્મા સ્થિર આકાશ છે. એનું પ્રતિબિંબ શાશ્વત નથી. જે રીતે માત્ર આકાશની જ સત્તા છે તેવી જ રીતે પરબ્રહ્મ પરમાત્મા જ એક માત્ર સત્ય છે.

હું પરમાત્મા છું અને તમે મારા પ્રતિબિંબ છો. મેં તમને હમણાં જે મહાન ગૂઢ તત્ત્વ બતાવ્યું છે. જેમને મારા પ્રત્યે ભક્તિ ન હોય તેવા લોકો સમક્ષ તેને પ્રગટ ન કરવું. આ ગૂઢ તત્ત્વને પ્રગટ કરવાના બદલામાં તમને સામ્રાજ્ય આપી દે તો પણ તે તત્ત્વ એવા લોકો સમક્ષ પ્રગટ ન કરવું. હું તમને જે આ ઉપદેશ આપું છું તેનાથી ચડિયાતો ઉપદેશ બીજો કોઈ નથી.

માત્ર દોરડી જ સત્ય છે અને સાપ મિથ્યા છે, એવી જ રીતે માત્ર પરમાત્મા જ યથાર્થ છે અને આ સંસાર મિથ્યા છે. આ સંસાર મનુષ્યની દૃષ્ટિ, શ્રુતિ અને વિચારોમાં યથાર્થ લાગે છે પણ એની સત્તા – શાશ્વતતા અને સત્યતા – સ્વપ્નમાં જોયેલી વસ્તુની સત્તા જેવી છે.

પોતાના ગુરુના વિવેકયુક્ત વચનોને શ્રદ્ધાપૂર્વક સાંભળતાં સાંભળતાં પરમાત્મા અને જીવાત્માનો અનુભવ કરવાનો પ્રયાસ કરો. તેમનો ઉપદેશ છે, ‘તત્ ત્વમ્ અસિ’–તું તે છે. આ સ્થિતિએ પહોંચવા માટે સર્વ પ્રથમ તો તમારે ગુરુકૃપા પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે. ગુરુકૃપા પ્રાપ્ત કરવા માટે તમારે પહેલાં તો, ‘તત્ ત્વમ્ અસિ’- શબ્દોનો અર્થ સમજી લેવો જોઈએ. ‘તત્’નો અર્થ છે. ‘પરમાત્મા’, ‘ત્વમ્’નો અર્થ છે ‘જીવાત્મા’ અને ‘અસિ’નો અર્થ છે : ‘છે’. એનો અર્થ એ થયો કે ૫૨માત્મા અને જીવાત્મા બંને એક અને તદ્રુપ છે. એટલે એ બંનેમાં ભેદ જોવો અસંભવ છે. એમનામાં અલગ-અલગ ગુણોને જોડવા પણ સંભવ નથી.

Total Views: 129

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.