શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વિવિધ સમાચાર

*શ્રીરામકૃષ્ણ આશ્રમ, નારાયણપુરમાં ૧૨મી માર્ચે મધ્યપ્રદેશના સન્માનનીય મુખ્યમંત્રીશ્રી દિગ્વિજય સિંઘે શતાબ્દી સભાભવનનું ઉદ્‌ઘાટન  કર્યું હતું.

*શ્રીરામકૃષ્ણ આશ્રમ, દિલ્હી દ્વારા ન્યુ દિલ્હી રેલ્વે સ્ટેશન પર શરૂ થયેલ બુકસ્ટોલનું ઉદ્‌ઘાટન  ૧૨મી માર્ચે કેન્દ્ર સરકારના રેલ્વે પ્રધાન શ્રી મમતા બેનરજીના વરદ્ હસ્તે થયું હતું.

*અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા આ સંસ્થાના શતાબ્દિ મહોત્સવના ઉપલક્ષમાં ૨૯મી માર્ચના રોજ કલકત્તામાં યોજાયેલા ત્રીજા તબક્કાના કાર્યક્રમની જાહેર સભામાં શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સૅક્રૅટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

*શ્રીરામકૃષ્ણ મિશન, બાંકુરા દ્વારા રાષ્ટ્રીય યુવદિન નિમિત્તે ચિત્ર, રમત-ગમત, મુખપાઠ, વક્તૃત્વ સ્પર્ધાઓ અને ક્વિઝનું આયોજન થયું હતું.

*શ્રીરામકૃષ્ણ આશ્રમ, પુરી દ્વારા ઓરિસ્સાના પુરી જિલ્લાના કાકટપુર તાલુકાના કોટંગા ગ્રામપંચાયત ચિત્તાસ્વરી ગામ માટે એક પ્રાથમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના મકાનના બાંધકામનો શિલાન્યાસ વિધિ ૧૮મી માર્ચના રોજ યોજાયો હતો. આ પ્રસંગે ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

*શ્રીરામકૃષ્ણ મિશન, નરેન્દ્રપુર દ્વારા મુર્શિદાબાદ જિલ્લાના આઠ ગામડાંના પુરગ્રસ્ત લોકો માટેની વસાહતના બાંધકામના પ્રકલ્પ હેઠળ બંધાનારા ૭૨૦ મકાનોમાંથી ૫૯૫ મકાનો બંધાઈ ગયા છે. બાકીના ૧૨૫નું પ્લાસ્ટરકામ અને રંગકામ ચાલુ છે.

*ચેન્નાઈની વિવેકાનંદ કૉલેજના નીચેની વિગતે મદ્રાસ યુનિ.ની ગયા વર્ષની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ સિદ્ધિ હાંસલ કરી હતી :

(૧) બી.એ. ફિલસૂફીમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન,

(૨) બી.એ. સંસ્કૃત વિષયમાં પ્રથમ સ્થાન,

(૩) બી.એસ.સી. ભૌતિકશાસ્ત્રમાં બીજું અને છઠ્ઠું સ્થાન,

(૪) બી. કૉમ.માં ત્રીજું સ્થાન

(૫) એમ. એ. ફિલસૂફીમાં બીજું સ્થાન, સંસ્કૃતમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન

(૬) એમ. એસ. સી. ભૌતિકશાસ્ત્રમાં સાતમું અને આઠમું સ્થાન, રસાયણવિજ્ઞાનમાં પાંચમું અને આઠમું સ્થાન

શ્રીરામકૃષ્ણ મિશન-લીંબડી આયોજિત બાળસભા

ગુજરાતના જાણીતા વાર્તાકાર શ્રી હરીશ નાયકની નિશ્રામાં ૨૨ માર્ચ, ૨૦૦૦ના રોજ વિવેકાનંદ સ્મૃતિ હૉલ (ટાવર બંગલા)માં બાળસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાચીન-અર્વાચીન સંસ્કૃતિનાં મૂલ્યોને ધ્યાનમાં રાખીને લીંબડી શહેરની દસ પ્રાથમિક શાળાઓના ધો.૫ના વિદ્યાર્થીઓને બાળવાર્તાના રસથી સ્વામી વિવેકાંનદના બાળપણના પ્રસંગોને વણી લઈ વાર્તાકારે રસતરબોળ કરી દીધા હતા. આવા કાર્યક્રમો બાળકોમાં સંસ્કારનું સિંચન કરે છે અને તેમના બાળ-માનસનો વિકાસ થાય છે. લીંબડી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.

સાભાર સ્વીકાર

મયૂરાક્ષી : કાવ્યસંગ્રહ : લેખક – પીયૂષ પંડ્યા,
‘જ્યોતિ’ : પ્રથમ આવૃત્તિ પૃ.૭૨, કિં. રૂ.૪૦,
પ્રકાશક: પ્રવીણ પ્રકાશન, રાજકોટ

આ કાવ્યસંગ્રહ વિશે ડૉ.ભાનુપ્રસાદ પંડ્યા લખે છે કે : ‘શ્રી પીયૂષ પંડ્યા આપણા એક ગણનાપાત્ર કવિ છે. તેમના અત્યાર સુધીમાં ‘નિમિષ’, ‘કસક’ અને ‘કદમ્બ’ જેવા ત્રણ કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. ગુજરાતના પ્રતિષ્ઠિત સામયિકોમાં તેમનાં કાવ્યો પ્રગટ થતા રહે છે. શ્રી પીયૂષભાઈની કાવ્યોપાસના સતત ચાલતી રહે છે. તેના સુપરિણામરૂપે આ ચોથો કાવ્યસંગ્રહ ‘મયૂરાક્ષી’ આપણને પ્રાપ્ત થાય છે.

આ સંગ્રહમાં કુલ ૫૬ કાવ્યકૃતિઓ છે. કવિએ મૉનૉઈમેઝ, લધુકાવ્યો, અછાંદસ રચનાઓ, તેમ જ ગીતમય અભિવ્યક્તિમાં એમનું સર્જન કર્યું છે. મયૂરાક્ષી જેવું દીર્ઘ કાવ્ય પણ તેમની સર્જકતાના ઉન્મેષ રૂપે અહીં ગ્રંથસ્થ થયું છે. આથી જોઈ શકાય છે કે એમની કાવ્ય રીતિ જૂજવાં રૂપ ધારણ કરે છે. કાવ્યરીતિમાં તેઓ આધુનિક છે તેમ કહેવું જોઈએ. કાવ્ય વિષયની બાબતમાં પણ તેઓ આધુનિક સ્પંદ અભિવ્યક્ત કરવા મથે છે.

બૉનસાઈ – કાવ્યસંગ્રહ : લેખક – શ્રી મધુકાંત જોષી
પૃષ્ઠ: ૩૪, કિંમત : રૂા.૩૧/-
પ્રકાશક:
શ્રી મધુકાંત જોષી,
ગુલમહોર, ગંગોત્રી પાર્ક,
યુનિ. રોડ, રાજકોટ – ૩૬૦ ૦૦૫

ગીતા નવનીત : લેખક – શ્રી હીરાભાઈ ઠક્કર
પૃષ્ઠ: ૭૪, કિંમત : રૂા.૩૦/-
પ્રકાશક:
કુસુમ પ્રકાશન વતી,
હેમંત એમ. શાહ
૬૧/એ નારાયણનગર સોસાયટી,
જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ – ૩૮૦ ૦૦૭

ઉત્સવ – કાવ્યસંગ્રહ : લેખક – ડૉ. શાન્તા ચાવડા
પૃષ્ઠ: ૧૨૫, કિંમત : રૂા.૬૫/-
પ્રકાશક:
રૈના, ‘પ્રિયદર્શિની’ ૧/પંચરત્ન પાર્ક,
પંચવટી સોસા.હોલ પાછળ, રાજકોટ – ૩૬૦ ૦૦૧

Total Views: 32
By Published On: August 2, 2022Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram