શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની વિવિધ પ્રવૃત્તિઓ

શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા સ્વામી જિતાત્માનંદજી (અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ) અને ઓરપાટ મોરબીના વડા શ્રી ઓધવજીભાઈ પટેલ તેમજ લીંબડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રાચાર્ય શ્રી રમેશભાઈના સાંનિધ્યમાં ૧૯-૨૦-૨૧ જુલાઈના રોજ એક જ્ઞાનયજ્ઞ અને યુવશિબિરનું આયોજન થયું હતું. આ ત્રણેય દિવસ રાત્રે ૮.૩૦ વાગ્યે શ્રીમદ્ ભાગવત, રામાયણ અને આધુનિક સમસ્યાઓ પર શ્રી હરીશભાઈ નાયકનાં વિશેષ પ્રવચનો યોજાયાં હતાં. મૂળી તાલુકાના ૪૧ ગરીબ કુટુંબોમાં ૧૦ કિ. બાજરો, બાલદી, ચાદર અને ૧ કિ. તેલની કીટનું વિતરણ થયું હતું. ૨૫૦ વિદ્યાર્થીઓને ગણવેશ આપવામાં આવ્યા હતા.

રામકૃષ્ણ મિશન, ખેતરી દ્વારા જસરાપુર, ચિરાની, નાલપુર બીસા, મંદરી, કાકરાઈ, બાબાઈ, પાપૂર્ણા અને ખેતરીનાં ૧૩૪૨ કુટુંબોમાં ૩૨૦૫૦ કિલો ઘઉંનું વિતરણ કાર્ય કરવામાં આવ્યું હતું.

રામકૃષ્ણ મિશન, જયપુર દ્વારા બારમેર, જોધપુર, બીકાનેર જિલ્લાના કાપુરડી, જાજીવાલકાલાન, બીકાનેર શહેરના ૩ કેટલ કેમ્પનાં ૧૭૧૮ પશુધન માટે ૫૫૩ કિવ. સૂકું ઘાસ, ૬૯૭ કિવ. ખાણદાણ, ૩૨,૧૮૦ કિવ. લીલું ઘાસ, ઉપરાંત ૧૦૨ ગોળ અને મીઠાનું વિતરણ કાર્ય કરવામાં આવ્યું હતું.

રામકૃષ્ણ મિશન, પટણા દ્વારા બિહારનાં આગથી પીડિત સાહસપુર, ચટૌવ ગામનાં ૬૨ કુટુંબીજનોમાં  ૩૫૭ ધોતિયાં, ૩૪૧ સાડી, ૬૧૪ બાળકોનાં કપડાં, ૪૪૪૦ ઠામવાસણનું વિતરણ કાર્ય થયું હતું.

રામકૃષ્ણ મઠ, ઇચ્છાપુર દ્વારા ગૌહાટીની નજીક આવેલા હાઝરાપારાનાં આગથી પીડિત ૫૩ કુટુંબો માટે ‘પોતાનું ઘર પોતે બાંધો’ એ યોજના હેઠળ વાંસ, ઘાસનાં છાંપરાં, સિમેન્ટના પિલ્લર, વગેરેનું વિતરણ કાર્ય થયું હતું.

રામકૃષ્ણ મિશન, જલપાઈગુડ્ડી દ્વારા ઉત્તર બંગાળના જલપાઈગુડ્ડી જિલ્લાનાં ગોલાબારી, શીવદાગા, પૂર્વલતાગુડ્ડી, પશ્ચિમ લતાગુડ્ડી ગામનાં વાવાઝોડાગ્રસ્ત ૩૨૫ કુટુંબોમાં ૪૦૦ સાડી, ૪૫૦ ધોતિયાં, ૫૧૮ બાળકોનાં કપડાં, ૬૫૦ ટુવાલ, ૩૨૫ ફાનસ અને ૩૫૦ સેટ ઠામવાસણનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રાજકોટ, ભાવનગર અને કચ્છ જિલ્લાના ૧૧ તાલુકાના ૬૩ ગામડાંમાં ૮૬૦ કુટુંબોના ૫,૨૬૭ માણસોને ૬,૨૦,૦૦૦ લિ. પાણી ૧૧,૬૪૦ કિ. ઘઉં, ૯૫૦૦ કિ. બાજરો, ૨,૨૬૮ કિ. ચોખા, ૩,૦૮૪ કિ. દાળ, ૧૩૩ કિ. તેલ, ૧,૫૬૮ કિ. ગોળ, ૩૩૦ કિ. ગાંઠિયા, ૫૮૦ કિ. ડુંગળી, ૬૮૦ કિ. બટેટા, ૫૦ સેટ થાળી-વાટકા-ગ્લાસ, ૨૭૫ સાડી, ૨,૨૦૦ બાળકોનાં કપડાં, ૨,૧૫૦ બહેનોનાં કપડાં, ૨,૫૭૫ ભાઈઓ માટેનાં કપડાં તેમજ ૨,૭૫૦ જોડી સ્લીપરનું વિતરણકાર્ય થયું છે અને ૨૪,૦૦૦ પશુધન માટે ૮૦ હજાર લિ. પાણી, ૨૧૫ ટન ઘાસનું વિતરણ થયું છે.

શ્રીરામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા પોરબંદર-જામનગર જિલ્લાના ૭૫૦૦ મજૂરોને ગુજરાત સરકારની સહાયથી ૩૩.૫ ટન ગોળ, ૩૩.૫ ટન શિંગદાણા અને ૬.૨૫ ખારી શિંગનું વિતરણકાર્ય થયું છે.૩૦૫૦ કુટુંબોમાં જગ, કાપળ અને બીજી વસ્તુઓનું વિતરણકાર્ય થયું છે. ૮૨૯૮ પશુધન માટે ૨૭૦ ટન ઘાસનું વિતરણકાર્ય થયું છે. શેર એન્ડ કેર ફાઉન્ડેશન, યુ.એસ.એ., ગુજરાત સરકાર, ટાટા કેમિકલ મીઠાપુર દ્વારા મળેલ સહાયથી ૨૫૦૦ ગરીબ કુટુંબદીઠ ૧૦,૦૦૦ કિ. ઘઉં, ૧૦,૦૦૦ કિ. બાજરો, ૫૫૦૦ કિ. ચોખા, ૧૫૦૦ કિ. દાળનું વિતરણ થયું છે.

Total Views: 115

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.