जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः ।
स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ||१||

સર્વજ્ઞ અગ્નિને અર્પણ કરવા માટે અમે સોમ વનસ્પતિના રસને સિદ્ધ કરીએ છીએ. અમારી સાથે શત્રુત્વ કરનાર – શક્તિનો સર્વજ્ઞ દેવ નાશ કરે. જેમ નાવિક નાવને સમુદ્રના બીજા કિનારે લઈ જાય છે તેમ બધાના માર્ગદર્શક અગ્નિદેવ અમને પણ સંકટમાંથી ઉગારીને પેલે પાર લઈ જાઓ.

तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् ।
दुर्गा देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः ||२||

હું દુર્ગા દેવીના શરણમાં છું; પ્રજ્વલિત અગ્નિની જેમ સ્વર્ણિમ તેજે જે જળહળે છે, તપના પ્રભાવે જે અત્યંત ઉજ્જવળ દેખાય છે, અનેક રૂપે આર્વિભૂત પરમાત્માની તે શક્તિ હોવાથી, પ્રત્યેક કર્મના કર્મફળને ઉત્પન્ન કરનારી શક્તિનારૂપે તે નિવાસ કરે છે, અમને તારવાની તારામાં અદ્‌ભુત શક્તિ છે અને તું અમને સંકટમાંથી બચાવી શકે તેમ છે, એવી હે દેવી! તમને વારંવાર વંદન કરું છું.

– દુર્ગાસુક્તમ્ (૧-૨)

Total Views: 163

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.