સૉનેટ
(છંદ – વસંતતિલકા)

સંચિત જે ફલ બધાં, ગત જન્મનાં છે,
પ્રારબ્ધ છે જીવનનું, બસ આ બન્યાં છે.
વાવ્યું હશે લણવું તે, નિજ જિંદગીમાં,
એ તો સદા અટલ છે, નિયમો જગે હ્યાં.
શાને પછી વિલખવું, વિપરીત થાતાં?
ને કાં વળી છલકવું, સુખ પ્રાપ્ત થાતાં?

જે કૈં થતું હરિ કરે, શુભ એ સદા છે,
જે કૈં થશે શુભ બધું, હરિથી થશે એ.
આ ભાવના હૃદયમાં, ઊતરે સદા જો,
તાટસ્થ્ય આ જીવનમાં, બસ સાંપડે તો.
આ તો મહાગુણ સદા, સ્થિતપ્રજ્ઞતાનો,
ગીતા કથ્યો હરિ થકી, શુચિ બોધ સાચો.

આભાર એ પરમ ઇષ્ટ, પ્રભુ તણો તો,
જો આ મળે સમજણે, શુભ માનીએ તો.

જયંત જી. ગાંધી
‘કુસુમાયુધ’

Total Views: 107

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.