રામકૃષ્ણ મિશન, લીંબડીનાં પુનર્વસનકાર્ય

ગુજરાતમાં આવેલા વિનાશક ધરતીકંપે કેટલીયે શાળાઓનાં મકાનોને જમીનદોસ્ત કરી નાખ્યાં છે. આ સંસ્થા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી શહેરમાં ૨ અને ચોરણીયા, જાંબડી, નાની કટેચી, ભોયકા, રામરાજપર અને પરનાળા ગામની એમ કુલ મળીને ૮ પ્રાથમિક શાળાનાં મકાનોનો શિલાન્યાસવિધિ સંપન્ન થયો છે. આ ઉપરાંત શિયાણી, અને અંકેવાડિયામાં ત્રણ તળાવોનું ખોદકામ-બાંધકામનું કાર્ય પણ શરૂ થઈ ચૂક્યું છે. આ સમગ્ર પ્રકલ્પ હેઠળ ૧.૮૩ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. 

રામકૃષ્ણ મિશન, બેલુર મઠનું પુનર્વસનકાર્ય

રામકૃષ્ણ મિશન, બેલુર મઠ દ્વારા સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાની ૭ સ્કૂલોનો શિલાન્યાસવિધિ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રશ્રી કેશુભાઈ પટેલ અને અન્ય મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયો છે. આ સમગ્ર પ્રકલ્પ હેઠળ ૧.૫ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

રામકૃષ્ણ મિશન, પોરબંદરનાં પુનર્વસન અને અન્ય સેવાકાર્યો

ગુજરાતમાં આવેલા વિનાશક ધરતીકંપે કેટલીયે શાળાઓનાં મકાનો તેમજ રહેવાસી મકાનોને જમીનદોસ્ત કરી નાખ્યાં છે. આ સંસ્થા દ્વારા ભારવાડા ગામે ૮ વર્ગ ખંડવાળી શાળાનું બાંધકામ પૂરું થવાની તૈયારીમાં છે. કેશવ ગામની કોલોનીના ૨૦ મકાનોનું બાંધકામ શરૂ થઈ ચૂક્યું છે. ૧.૪ કરોડના ખર્ચે ધરતીકંપનો સામનો કરી શકે તેવાં બાંધકામવાળી ૧૯ શાળાઓના બાંધકામનું કાર્ય હાથ ધરાયું છે. સ્વમેળે મકાનબાંધો એ યોજના હેઠળ ભારવાડાના ૭૮ અને કેશવ ગામના ૧૦ કુટુંબોને પોતાનું મકાન બાંધવા માટે ૩૧૩૫ સિમેન્ટની થેલીનું વિતરણ કરવામાં આવ્યું છે. ૮૪૦ શાળાઓના ગરીબ વિદ્યાર્થીઓ માટે ૭૮૭૫ કિલો દૂધનો પાવડર, ૩૧૦૨ કિલો શિંગ, ૨૧૫૨ કપડાં વગેરેનું વિતરણકાર્ય થયું છે. આ સહાય હેઠળ ૨૦ જેટલી શાળાઓના ૪૪૬૩ વિદ્યાર્થીઓને આવરી લેવાયા છે.

ભારવાડામાં ૮મી જૂને નિ:શૂલ્ક નેત્રચિકિત્સા કેમ્પ યોજાયો હતો જેમાં ૧૮૦ દર્દીઓને તપાસવામાં આવ્યાં હતાં અને ૧૩ દર્દીઓનાં ઓપરેશન થયાં હતાં. વડાળા, બગવદર અને પોરબંદરના વાડીપ્લોટ વિસ્તાર તેમજ સંસ્થાની આજુબાજુના વિસ્તારનાં ૫૦૦ કુટુંબોમાં દરરોજ નિ:શૂલ્ક છાશનું વિતરણકાર્ય થાય છે. કેશવ ગામ અને પોરબંદરના ખારવાવાળમાં નિ:શૂલ્ક ભોજનાલયનો દરરોજ ૩૫૦ લોકો લાભ લે છે.

રામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું પુનર્વસનકાર્ય

ગુજરાતમાં આવેલા વિનાશક ધરતીકંપે કેટલીયે શાળાઓનાં મકાનોને જમીનદોસ્ત કરી નાખ્યાં છે. આ સંસ્થા દ્વારા ધાણેટી ગામે શરૂ કરેલી નવનિર્મિત કોલોનીના ૧૧ મકાનોનું પ્લાસ્ટરકામ સહિત પૂરું થયું છે. બીજાં ૧૩ મકાનોના સ્લેબ ભરાઈ ગયા છે. ૧૩ મકાનોનું લીંટનલેવલ અને ૧૨ મકાનોનું સીલ લેવલ સુધીનું કામ પૂરું થયું છે. ૭ મકાનોનું પ્લીંથલેવલનું કામ પૂર્ણ થયું છે. બીજાં ૨૦ મકાનોનું કામ ચાલું છે.

Total Views: 116

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.