वन्दे श्रीकृष्णदेवं मुरनरकमिदं वेदवेदांतवेद्यम् ।
लोकं भक्तिप्रसिद्धं यदुकुलजलधौ प्रादुरासीदपारे ।
यस्यासीद्रूपमेवं त्रिभुवनतरणे भक्तिवच्च स्वतन्त्रम् ।
शास्त्रं रूपं च लोके प्रकटयति मुदा यः स नो भूतहेतुः ॥

જેમનું સ્વરૂપ ત્રણે લોકને તરવા માટે ભક્તિની પેઠે સ્વતંત્ર નૌકારૂપ છે, સર્વ ભૂતપ્રાણીના આદિકારણરૂપ પરમાત્માએ અમારા કલ્યાણ માટે શાસ્ત્રને અને તે પોતાના સ્વરૂપરૂપી નૌકાને, આ જગતને પ્રગટ કરી છે; એવા આ લોકને વિશે ભક્તિથી પ્રસિદ્ધ થયેલા, મુર અને નરકાસુરને હણનારા, વેદ અને વેદાંતથી જાણી શકાય એવા તથા અપાર યાદવકુળરૂપી સમુદ્રમાં પ્રકટ થયેલા ભગવાન શ્રીકૃષ્ણને હું નમસ્કાર કરું છું.

– શ્રીમદ્‌ભાગવત

Total Views: 110

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.