* જેમનાં હૃદય પવિત્ર છે તેઓ ધન્ય છે, કેમ કે તેમને જ ઈશ્વરનું જ્ઞાન અપવામાં આવે છે.

* જે રીતે ઊગતો સૂર્ય રાત્રિના અંધકારનો નાશ કરે છે, તે જ રીતે આત્માનું જ્ઞાન ભ્રમ માત્રને હટાવી દે છે.

* કોઈપણ વસ્તુની ઇચ્છા ન કરનારને માટે જ્ઞાનયોગ છે. કારણ કે ઇચ્છામાત્ર જ અશુભ છે તેમ જાણીને તેઓએ કર્મ માત્રનો ત્યાગ કર્યો હોય છે.

* માનવજન્મ ધન્ય છે. સ્વર્ગના નિવાસીઓ પણ તેની ઇચ્છા કરે છે. કારણ કે માનવજન્મ દ્વારા જ વાસ્તવિક જ્ઞાન અને વિશુદ્ધ પ્રેમની પ્રાપ્તિ થઈ શકે છે.

* પૃથ્વી કે સ્વર્ગના જીવનની પ્રાપ્તિની ઇચ્છા ન કરો, કારણ જીવનની તૃષ્ણા એ જ માયા છે. જીવનને ક્ષણભંગુર જાણી, અજ્ઞાનના આ સ્વપ્નમાંથી જાગો, અને મૃત્યુનો કોળિયો થતાં પહેલાં જ્ઞાન અને મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરો.

* હે પરંતપ! સાંસારિક બાબતોથી સિદ્ધ થતા યજ્ઞોમાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે. કેમકે હે પાર્થ! કર્મમાત્ર જ્ઞાનમાં જ પરિસમાપ્ત થાય છે.

* એ જ્ઞાનને સમ્યક્ પ્રણિપાત કરી, નિઃસ્વાર્થ સેવા કરી, તથા નિષ્કપટ ભાવે પ્રશ્નો પૂછીને પ્રાપ્ત કર. તત્ત્વદર્શી જ્ઞાની પુરુષો તને અવશ્ય જ્ઞાનનો ઉપદેશ આપશે.

* એ જ્ઞાન મેળવી પછી તું આમ મોહને વશ નહીં થાય. અને, હે પાંડવ! એ જ્ઞાન દ્વારા તું પ્રાણીમાત્રને તારી અંદર જ જોઈશ. અને તે સૌને તું મારામાં જોઈશ.

* કદાચ તું બધા પાપીઓ કરતાં પણ વધુ પાપ કરવાવાળો હો, તો પણ જ્ઞાનની નૌકા દ્વારા તું સમસ્ત પાપો ને તરી જઈશ.

* હે અર્જુન! જેમ પ્રજ્વલિત અગ્નિ ઈંધણને ભસ્મીભૂત કરી નાંખે છે, તે જ રીતે જ્ઞાનનો અગ્નિ કર્મ માત્રને ભસ્મીભૂત કરી દે છે.

* નિઃસંદેહ આ સંસારમાં જ્ઞાન જેવું પવિત્ર કરવાવાળું બીજું કાંઈ નથી. યોગ દ્વારા અંતઃકરણથી શુદ્ધ થયેલો પુરુષ કાળક્રમે એ જ્ઞાનને પોતાના આત્મામાં જ અનુભવે છે.

Total Views: 120

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.